• Gujarati News
  • સોફ્ટ સ્કિલ ફાઉ. કોર્સની વધારાની ફી પરત કરનાર કોલેજ સામે કાર્યવાહી થશે

સોફ્ટ સ્કિલ ફાઉ. કોર્સની વધારાની ફી પરત કરનાર કોલેજ સામે કાર્યવાહી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટી સાથે સંકળાયેલ કોલેજોમાં સોફ્ટ સ્કિલ-ફાઉન્ડેશન કોર્સની ફીમાં કરાયેલા ઘટાડાના પગલે વિદ્યાર્થીઅોમાં રાહતની લાગણી પ્રવર્તી રહી છે, બીજી તરફ જે કોલેજોએ વધારે ફી ઉઘરાવી હશે તે કોલેજોએ વિદ્યાર્થીઓને ફી પરત કરવી પડશે જે કોલેજો ફી પરત નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય સર્વાનુમતે ગુજ. યુનિ. સિન્ડિકેટની બેઠકમાં કરાયો છે.

ગુજ. યુનિ. સિન્ડિકેટની શનિવારે સવારે મળેલી બેઠકમાં 300થી વધુ સાયન્સ-કોમર્સ-આર્ટ્સ સહિતની વિવિધ વિદ્યાશાખાની કોલેજોના આશરે અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે સોફ્ટ સ્કિલ-ફાઉન્ડેશન કોર્સની વાર્ષિક ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોની ફી રૂ. 800થી ઘટાડીને રૂ.100 કરવાનો જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કેટેગરીની કોલેજોની વાર્ષિક ફી ઘટાડીને રૂ.400 કરી દેવાનો ઠરાવ સિન્ડિકેટમાં કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે કોઈ પણ કોલેજ સિન્ડિકેટે ઠરાવેલ ફી મુજબ ફી ઉઘરાવી શકશે. અગાઉ જો કોઈ પણ કોલેજે વધારે ફી ઉઘરાવેલ હશે તો જે તે કોલેજે વિદ્યાર્થીઓને ફી પરત કરવાની રહેશે. સિન્ડિકેટના આદેશ મુજબ વિદ્યાર્થીઓને ફી પરત કરનાર કોલેજોની સામે નોટિસ ફટકારાશે, કડક કાર્યવાહી કરાશે.ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીએ 2010માં વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્યોનો વિકાસ થાય માટે સોફ્ટ સ્કીલ-ફાઉન્ડેશન 485 જેટલા મરજીયાત કોર્સ દાખલ કર્યા હતા. જેના ભાગરૂપે જે તે કોલેજોને સોફ્ટ સ્કીલ-ફાઉન્ડેશન કોર્સ ભણાવવાની જવાબદારી જે તે કોલેજોને અપાઈ હતી.