• Gujarati News
  • મણિનગરમાં તોડફોડ કરનારા વિકીનું પોલીસ કસ્ટડીમાં મોત

મણિનગરમાં તોડફોડ કરનારા વિકીનું પોલીસ કસ્ટડીમાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણિનગરમાંબાઇક પર તલવારો સાથે નીકળીને સંખ્યાબંધ વાહનો, દુકાનોની તોડફોડ કરવા ઉપરાંત રાહદારીઓ ઉપર હુમલા કરીને ભયનો માહોલ ઊભો કરનારી ખોખરાની કુખ્યાત ગેંગના સાગરીત વિકી રાણા ઉર્ફે કાંચાનું મણિનગર પોલીસની કસ્ટડીમાં મોત નીપજ્યું છે. જ્યારે પોલીસના મારથી કાંચાનું મોત નીપજ્યું હોવાનો ગંભીર આરોપ કાંચા પરિવારે કર્યો છે. જ્યારે પોલીસનું કહેવું છે કે, કાંચા લાંબા સમયથી ખેંચની બીમારીથી પીડાતો હતો.

જો કે કાંચાના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે સિવિલ હોસ્પિટલમાં પાંચ ડોકટરોની પેનલ પાસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતુ. કાંચાનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હોવાની ઘટનાના પોલીસ બેડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જ્યારે કાંચાના પરિવારના સભ્યો ઘેરાશોકમાં ડૂબી ગયા છે.

ઝોન-6ના ડીસીપી પી.સી.બરંડાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, કેસની તપાસ કે ડિવિઝન એસીપી જે.એમ.પટેલને સોંપવામાં આવી છે.

આરોપી કાંચાનીમાતા

મણિનગરને બાનમાંલેનારી ટોળકીમાં કાંચા અને તેનો ભાઇ મહેશ બંને સામેલ હતા. જેથી પોલીસે બંને ભાઇઓની ધરપકડ કરી હતી અને બંનેને એક લોકઅપમાં રખાયા હતા. શનિવારે સવારે કાંચાને લોકઅપમાં ખેંચ આવતા તેના ભાઇ મહેશએ બૂમાબૂમ કરતા પોલીસ દોડી આવી હતી અને કાંચાને સારવાર માટે એલજી હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં શનિવારે મોડી રાતે 1.30 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ કાંચાના પરિવારજનોએ પોલીસ સામે ગંભીર આક્ષેપો અને આક્રોશ વ્યકત કર્યા હતાં.

ભાઈની સામે લોકઅપમાં કાંચાને ખેંચ આવી હતી