• Gujarati News
  • ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે 8 લાખ ચૂકવાયા

ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે 8 લાખ ચૂકવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારકાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 44 જેટલા ધારાશાસ્ત્રીઓની માંદગી સહાય અંગેની અરજીને ધ્યાને લઇ તેમને 8 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 30 દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વેલ્ફેર કમિટિના અનિલ કેલ્લા સહિત અન્ય સભ્યો દ્વારા તપાસ કરી વકીલો દ્વારા કરાયેલી અરજીઓનું પૃથક્કરણ કરી મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત પૈકીના 11 ધારાશાસ્ત્રીઓને વધારે આર્થિક સહાય માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં 500 જેટલા વકીલોને વાર્ષિક 75 લાખ જેટલી રકમ માંદગી સહાય પેટે ચૂકવવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે જોડાયેલા 77 હજારથી વધારે વકીલો નિયમ -40 હેઠળ માંદગી સહાય મે‌ળવવા માટે હકદાર છે.