• Gujarati News
  • બુદ્ધિનું પ્રદર્શન

બુદ્ધિનું પ્રદર્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભદ્રપ્લાઝામાં 32 કરોડનો ખર્ચ કર્યો પણ પાર્કિંગ ભુલાઈ ગયું

500 મીટર

રોડ બ્લોક | ભદ્રકાળીમંદિરથી જૂની કોર્ટ તરફનો રોડ બ્લોક કરી દેવાયો છે ત્યારે ત્યાં પાર્કિંગ કરવા માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ નથી.

આગામી 19નવેમ્બરથી હેરિટેજ વીક શરૂ થાય છે તે દિવસે અહીં મ્યુનિસિપલ કોર્પોરેશને સંગીત સંધ્યા રાખી છે. કાર્યક્રમમાં આવનારા મહાનુભાવો ઉપરાંત શહેરના આમ નાગરિકો માટે મ્યુિન. કે પોલીસ એક દિવસ માટે પાર્કિંગની સવલત કરશે ત્યારે તેમની અણઘડ વ્યવસ્થાનો ભાંડો ફૂટી જશે.

19મીએ ભગો થશે!

...છેક, રિલીફ રોડ પર જવું પડે

રીલીફરોડપર 1 િક.મી. દૂર આવેલા સ્વ. મકરંદ દેસાઈ \\\"પે એન્ડ પાર્ક\\\' ખાતે પણ પાર્કિંગ કરી શકાય.

...હવે, વિક્ટોરિયા ગાર્ડન-િરવરફ્રન્ટનો અાશરો

હવેજોભદ્ર પ્લાઝા માટે પાર્કિંગ કરવુ હોય તો વિક્ટોરિયા ગાર્ડન અથવા રિવરફ્રન્ટના તટમાં કરી શકાય તેમ જાણકાર સૂત્રો કહે છે.

ટ્રાફિક વિભાગના સંયુકત પોલીસ કમિશનર હરિકૃષ્ણ પટેલે કહ્યું કે, પહેલા તો જગ્યાની વિઝિટ કરવી પડે. અને ત્યારબાદ પાર્કિંગના મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કહી શકાય.

પોલીસ| જોવુંપડે

ભદ્ર પ્રોજેક્ટતૈયાર કરનારા મધ્ય ઝોનના એડી.સિટી ઈજનેર આનંદ પટેલે કહ્યું કે, ‘ભદ્ર પ્લાઝામાં હજુ પાર્કિંગ ફાઈનલ કરાયુ નથી. પણ વાહનો ક્યાં પાર્ક કરાવવા તે જવાબદારી પોલીસની હોવાથી તેઓ નક્કી કરશે.\\\'

મ્યુનિ.| પોલીસનોપ્રશ્ન

ત્રણ દરવાજાઅમદાવાદની ઐતહાસિક ધરોહર છે. પરંતુ મ્યુનિ.એ ત્રણ દરવાજાના વચ્ચેના ભાગમાં લોખંડનો દરવાજો લગાવી દીધો છે. એટલું નહીં મ્યુનિ.એ લોખંડનો દરવાજા વચ્ચે કમાન ગોઠવી છે જેથી તેને ખુલ્લો અને બંધ કરી શકાય. આમ ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા કરાઈ છે.

હેરિટેજ વારસો ભુલાયો