• Gujarati News
  • પાઇપદ્વારા રાંધણ ગેસ (પીએનજી) પહોંચાડતા અદાણી એનર્જીએ અમદાવાદના 1.85

પાઇપદ્વારા રાંધણ ગેસ (પીએનજી) પહોંચાડતા અદાણી એનર્જીએ અમદાવાદના 1.85

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાઇપદ્વારા રાંધણ ગેસ (પીએનજી) પહોંચાડતા અદાણી એનર્જીએ અમદાવાદના 1.85 લાખ ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ પેટે રૂ.500 ઉઘરાવ્યા હતા. પીએનજી રેગ્યુલેટરી બોર્ડની પરવાનગી સિવાય રકમ ઉઘરાવાઇ હોવાથી તે ગ્રાહકોને પરત કરવા માટેની માગણી જાહેરહિતની રિટમાં કરાઇ છે. સંદર્ભમાં હાઇકોર્ટે સંબંધીત સત્તાવાળાનો ખુલાસો માંગ્યો છે. રિટમાં રજૂઆત કરાઇ હતી કે, અદાણીએ 2013 બાદ અમદાવાદના ગ્રાહકો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ પેટે વધારાના રૂ.500 ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. પીએનજી આરબીના નિયમાનુસાર અદાણીએ ગ્રાહકો પાસેથી ડિપોઝિટ પેટે રૂ.5 હજાર લીધા બાદ બીજી રૂ.500ની ડિપોઝિટ બિલમાં લીધી હતી.

1.85 લાખ લોકો પાસેથી અદાણીએ મંજૂરી વગર ~500 લીધા હતા

હાઇકોર્ટે માગેલો ખુલાસો