• Gujarati News
  • શનિવારેમોર્નિંગ વોક કરવા માટે નીકળેલા વૃદ્ધ દંપતીને બોડકદેવ આઈઓસી

શનિવારેમોર્નિંગ વોક કરવા માટે નીકળેલા વૃદ્ધ દંપતીને બોડકદેવ આઈઓસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવારેમોર્નિંગ વોક કરવા માટે નીકળેલા વૃદ્ધ દંપતીને બોડકદેવ આઈઓસી પેટ્રોલપંપ પાસે આઈ 10 કારના યુવાન ચાલકે અડફેટે લીધા હતા. કારની જોરદાર ટક્કરના કારણે વૃદ્ધ દંપતી રોડની એક તરફ પટકાતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે પૂરઝડપે કાર ચલાવી રહેલા યુવકે આઈઓસી પેટ્રોલપંપની સામે આવેલી ગલીમાં અમૂલ ગાર્ડન પાસે કાર રોકી તુરંત સ્થિતિ પામી 108 અને પોલીસને જાણ કરી દેતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કારચાલક યુવકની ધરપકડ કરી હતી. વસ્ત્રાપુરના પીઆઈ એમ.કે. રાણાના જણાવ્યા અનુસાર કારચાલકે અકસ્માત બાદ 108 અને કંટ્રોલરૂમને જાણ કરી માનવતા દાખવી હતી.