• Gujarati News
  • ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી દ્વારા પેનલ ડિસ્કશન

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી દ્વારા પેનલ ડિસ્કશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાણીસ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સંબંધિત ઈન્ફર્મેશન ટેક્નોલોજીની કલમ-66 રદ કરવા અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન અંગે કેટલાંક ગૂંચવાડા પ્રવર્તે છે. સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિ કરતી વેળા લોકોએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ. કાયદાનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ થાય તે અગત્યનું છે.

ઈન્ટરનેટ ઉપયોગી માધ્યમ છે અને કોઈપણ વ્યક્તિ ફેસબુક, ટિ્વટર, વોટ્સ અપ, વગેરે સહિત સોશિયલ મીડિયા પર પોતાના અભિપ્રાયો અને ટિપ્પણી રજૂ કરી શકે છે. મુદ્દે તાજેતરમાં મુંબઈમાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી બદલ મહિલાની ધરપકડ પછી સુપ્રીમ કોર્ટે કલમ- 66એ રદ કરવા આપેલા ચુકાદાની અસરો અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે પેનલ ડિસ્કશનનું યોજાયો હતો. જેમાં એડવાકેટ મેઘાબેન જાની, ચેમ્બરના પ્રમુખ રાકેશ શાહ, ડી.એન.એ.ના એડિટર શ્યામ પારેખ, જાણીતા કોચ રમા મુન્દ્રા હાજર રહ્યા હતા. મેઘા જાનીએ કહ્યું કે, કલમ-66એ સંબંધિત અર્થઘટન અંગે કેટલાક ગૂંચવાડા છે. કલમના અર્થઘટન ચિંતાજનક છે. રમા મુન્દ્રાએ કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચનો દુરુપયોગ થવો જોઈએ. સમીર શુક્લએ કહ્યું કે, સાયબર કાયદાનો દુરુપયોગ થતો અટકાવવા અંકુશ મૂકી શકાય તેવી જોગવાઈ હોવી જોઈએ.

કલમ-66એ રદ કરવા અંગેના ચુકાદાની પેનલ ડિસ્કશન યોજાયું હતું

‘કલમ-66એ રદ કરતા ચુકાદાના અર્થઘટન અંગે ગૂંચવાડા પ્રવર્તે છે’