• Gujarati News
  • ઇસનપુરના રોડનું લાખોના ખર્ચે 3 માસ અગાઉ રિસરફેસિંગ થયું હતું

ઇસનપુરના રોડનું લાખોના ખર્ચે 3 માસ અગાઉ રિસરફેસિંગ થયું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસનપુરના રોડનું લાખોના ખર્ચે 3 માસ અગાઉ રિસરફેસિંગ થયું હતું

ચોમાસા બાદ આવી રહેલી અમદાવાદ મ્યુ.કોર્પો.ની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ માટે વરસાદી પૂર નુકસાન પુરવાર કરે તેવા રાજકીય હેતુસર શહેરની દક્ષિણ ઝોનમાં કરોડોના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટરલાઇનનું મોટા પાયે નિર્માણ યુદ્ધના ધોરણે કરાઈ રહ્યું છે. દુ:ખદ વાત છે કે, લાખોના ખર્ચે તૈયાર કરાયેલા નવા રિસરફેઝ્ડ રોડ પર ખોદકામ કરાતા આમ નાગરિકોના ટેક્સનાં નાણાંનો વ્યય થઈ રહ્યો છે. મ્યુ. સૂત્રો અંગે જણાવે છે કે, એક કિમી રોડ રિસરફેસિંગ કામના ~ 50 લાખ જેટલો ખર્ચ થાય છે. તસવીરમાં માત્ર ત્રણ મહિના અગાઉ રિસરફેસ થયેલો ઈસનપુરનો જયમાલા-ગોવિંદવાડી મુખ્ય રોડ આજે સ્ટોર્મ વોટર લાઇન માટે ખોદાઈ રહ્યો છે અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર બાળકો ડામરોનાં પર્વતો પર રમી રહ્યાં છે. / ભાસ્કર