• Gujarati News
  • દક્ષિણગુજરાતના વ્યારા વિસ્તારના આદિવાસી ખેડૂતો ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ

દક્ષિણગુજરાતના વ્યારા વિસ્તારના આદિવાસી ખેડૂતો ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દક્ષિણગુજરાતના વ્યારા વિસ્તારના આદિવાસી ખેડૂતો ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. પાસેથી બાકી નીકળતા ~17 કરોડની વસૂલાતની સરકાર સુધી અવાજ પહોંચાડવા અમદાવાદમાં ભૂખ હડતાલ પર બેઠા છે, જેમાનાં 3 ખેડૂતો દીજા હટિયા, દિનેશ છગન અને સોના મોટાને 10 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લડતને હવે આમ આદમી પાર્ટી (આપ)એ પણ ટેકો જાહેર કર્યો છે. 10 ખેડૂતોને પાર્ટીના આગેવાનો દ્વારા પારણા કરાવ્યા હોવાનું આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ જણાવ્યું છે. ઉપરાંત જનસંઘર્ષ મંચ અને ગુજરાત જમીન અધિકાર આંદોલન જેવી સંસ્થાઓએ પણ સમર્થન જાહેર કર્યું છે.

વ્યારાના ખેડૂતોની ભૂખ હડતાળને ‘આપ’નું સમર્થન