• Gujarati News
  • વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં દેશના વિવિધ ધાર્મિક સંગઠનો તથા

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં દેશના વિવિધ ધાર્મિક સંગઠનો તથા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનનરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં દેશના વિવિધ ધાર્મિક સંગઠનો તથા સંપ્રદાયો જોડાયાં છે. હવે અભિયાન અંતર્ગત બીએપીએસ પણ શહેરની 45 જગ્યાઓએ સ્વચ્છતા કામગીરી હાથ ધરશે.

બીએપીએસ સંસ્થાના 2500 કાર્યકર્તાઓ રવિવારના રોજ શહેરનાં 45 સ્થળોએ સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવશે. શહેરના નવા નરોડા, નિકોલ, ઇસનપુર, બાપુનગર, સેટેલાઇટ, ઘાટલોડિયા, જીવરાજ પાર્ક જેવા વિસ્તારના બસ સ્ટેન્ડ, શાક માર્કેટ, સ્મશાન ગૃહ, મંદિરોમાં સંપ્રદાયના કાર્યકર્તાઓ સવારથી પહોંચી જઈ સાફ સફાઈની કામગીરી શરૂ કરશે.

શહેરમાં 45 જગ્યાએ આજે BAPSનું સ્વચ્છતા અભિયાન