• Gujarati News
  • દિનેશ ચેમ્બર્સ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ફલાયઓવરનું ભૂમિપૂજન

દિનેશ ચેમ્બર્સ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ફલાયઓવરનું ભૂમિપૂજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે, ડીશિલ્ટિંગની કામગીરી માટે પણ ટાઈમ ટેબલ બનાવાશે

અમદાવાદ |વરસાદની સિઝનમાં વરસાદી પાણી ભરાય તે માટે મ્યુનિ.તંત્રએ અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે. પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેચપીટો, મેનહોલ તેમજ ડીશિલ્ટિંગની કામગીરી ચાલી રહી છે. તમામ બાબતે ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવા માટે મ્યુનિ.કમિશનરે તમામ ઝોનના એડી.સિટી ઈજનેરોને તાકીદ કરી છે.

આટલું નહીં ટાઈમ ટેબલ કમિશનર સમક્ષ રજૂ કરવાનું અને તે પ્રમાણે કામગીરી થાય છે કે કેમ તેનુ મોનિટરિંગ પણ અધિકારી કક્ષાએથી કરવાનું નક્કી કરાયું છે.

અમદાવાદ |બાપુનગર ચાર રસ્તાથી મેમ્કો તરફ જતા દિનેશ ચેમ્બર ચાર રસ્તા ખાતેના જંક્શન ઉપર ફ્લાયઓવર બનાવવા શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. બજેટમાં કમિશનરે અહીં ફ્લાયઓવર બનાવવા માટેનું કામ મૂક્યું હતું. જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર રાખ્યું હતું. 48 લાખના ખર્ચે અહીં ફ્લાયઓવર તૈયાર કરાશે. ઉપરાંત હાટકેશ્વર ખાતે ફ્લાયઓવર બનાવાશે.