• Gujarati News
  • એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલની ખાલી રહેલી 135 બેઠકો ભરવાની કાર્યવાહી જૂન 2015માં હાથ ધરાશે પરંતુ બેઠકો ભરવા માટે વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવવાની શરૂઆત કરાઈ છે અને 150 ફોર્મ ભરાઇને આવ્યા છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલની બેઠકો ભરવા માટે અગાઉ ગ્રેસિંગ માર્કસ અપાયા હતા પરંતુ હાઇકોર્ટે તેને રદ કરવાનો આદેશ આપતા 135 બેઠકો ખાલી રહી હતી. ગ્રેસ માર્કસ રદ થવાથી પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં રિટ કરી છે અને હવે ખાલી બેઠકો ભરવા જૂનમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. 135 બેઠકો ભરવા માટે ગુરુવારથી વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ મંગાવવાની શરૂઆત કરાઈ છે અને આજ સુધીમાં 150 ફોર્મ ભરાઇને આવ્યા છે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન સેલમાં જમા કરાવવાના રહેશે.

PG મેડિકલ-ડેન્ટલની 135 બેઠકો માટે 150 ફોર્મ ભરાયાં