• Gujarati News
  • કોન્સ્ટે.ની હત્યામાં સંડોવાયેલ ત્રાસવાદી 8 વર્ષે યાદ આવ્યો

કોન્સ્ટે.ની હત્યામાં સંડોવાયેલ ત્રાસવાદી 8 વર્ષે યાદ આવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણિનગરમાંપોલીસ કોન્સ્ટેબલ વિનય યાદવની 2007માં હત્યા કરનાર વકારૂદ્દીનનો સાથીદાર હાસીમ ઉજમાની વોન્ટેડ હોવાનું અમદાવાદ પોલીસને 8 વર્ષ બાદ વકારૂદ્દીનની હત્યા પછી યાદ આવતા લખનૌથી પોલીસે હાસીમની ધરપકડ કરી છે. પોલીસના રેડ લિસ્ટમાં સામેલ હાસીમ ઉજમાની ત્રાસવાદી હોવા છતાં 8 વર્ષ સુધી હિંદી અને ભોજપુરી ફિલ્મોમાં અભિનેતા અને વિલનનો રોલ ભજવતો રહ્યો. મોટા પડદા પર ચમકનાર ત્રાસવાદીને અમદાવાદ અેન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ તેમજ ક્રાઈમબ્રાંચ કેમ ઓળખી શકી તે એક મોટો સવાલ છે.

આંધ્રપ્રદેશ-ગુજરાતમાં અડધો ડઝનથી વધુ જવાનોને મોતને ઘાટ ઉતારનાર વકારૂદ્દીન તેલંગાણા પોલીસના હાથે માર્યો ગયો છે. વકારૂદ્દીને 2007માં મણિનગરમાં કોન્સ્ટેબલ વિનયકુમાર યાદવની પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હત્યા કરી હતી. વેપન સપ્લાયર હાસીમ ઉજમાનીને વોન્ટેડ જાહેર કર્યો હતો.