• Gujarati News
  • RTOની મલાઈદાર ચેકપોસ્ટ પર અડિંગો જમાવી બેઠેલા અધિકારીઓની અંતે બદલી

RTOની મલાઈદાર ચેકપોસ્ટ પર અડિંગો જમાવી બેઠેલા અધિકારીઓની અંતે બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા વાહન વ્યવહાર વિભાગના મલાઈદાર ચેક પોસ્ટ પર છેલ્લા પાંચથી સાત વર્ષથી વાહન વ્યવહાર વિભાગના હોય તેવા અધિકારીઓને પ્રતિનિયુક્તિથી નિમણૂક આપી હતી. અધિકારીઓને બદલવાની છેક મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુધી રજૂઆત થતા છેવટે તેમને તેમની મૂળ જગ્યાએ પરત બદલવામાં આવ્યા છે. તેમને તા. 10 એપ્રિલ, 2015 સુધીમાં ફરજમાંથી મુકત કરવાની પણ તાકીદ કરાઇ છે.

અધિકારીઓને તેમના મૂળ સ્થાને મોકલવાની રજૂઆત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ એમ્પ્લોયઝ ફેડરેશનના પ્રમુખ જી. એમ. પટેલ અને મહામંત્રી ધીરૂભાઇ પટેલે કરી હતી. આમછતાં છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓને ખસેડવામાં આવતા હતા. અંતે તેમને મૂળ સ્થાને મોકલવાનો નિર્ણય લેવાયો છે.

અધિકારીઓની મૂળ જગ્યાએ પુન:નિયુક્તિ

કર્મચારીનું નામ ક્યાં ફરજ પર હતા કયા મૂળ વિભાગમાં મૂક્યા

આર.જે.દવેચેકપોસ્ટ, શામળાજી જમીન વિકાસ નિગમ

બી.એન.ગોહિલ વાહન વ્ય.કમિ.કચેરી નર્મદા-કલ્પસર વિભાગ

એમ.ટી.વસાવા સોનગઢ ચેકપોસ્ટ જળ સંપત્તિ વિકાસ નિગમ

કે.એચ.પ્રજાપતિ વા.વ્ય.કચેરી, મહેસાણા જળસંપત્તિ નિગમ

જી.એન.ચૌધરી વા.વ્ય.કચેરી, પાટણ જળસંપત્તિ વિકાસ નિગમ

પી.આર.દવે વા.વ્ય.કચેરી, અમદાવાદ નર્મદા, જળસંપત્તિ વિભાગ

જી.ડી.પટેલ ચેકપોસ્ટ, અમીરગઢ નર્મદા, જળસંપત્તિ વિભાગ

ડી.કે.ભાવસાર ચેકપોસ્ટ, અંબાજી જળસંપત્તિ વિકાસ નિગમ

એચ.એન.શૂરૂ ચેકપોસ્ટ, અંબાજી જળસંપત્તિ વિકાસ નિગમ

જે.એન.કાવઠિયા શામળાજી ચેકપોસ્ટ જમીન વિકાસ નિગમ