• Gujarati News
  • મ્યુનિ.ની 49 લાઇબ્રેરીમાં નિયમિત ચેકિંગ થતું નથી

મ્યુનિ.ની 49 લાઇબ્રેરીમાં નિયમિત ચેકિંગ થતું નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની49 મ્યુનિ.લાઇબ્રેરીમાં રોજબરોજ નિયમિત તપાસ કરવા માટે એસ.જે.ના લાઇબ્રેરીઅન સહિતના સ્ટાફને જવાબદારી સોંપાઇ હતી. પરંતુ કોઇ પણ સ્થળની મુલાકાત નહીં લઇ ઘોર બેદરકારી દાખવાતી હતી. અંગે મ્યુનિ.ડે. કમિશનર સહિત લાઇબ્રેરીનો ચાર્જ સંભાળતા પશ્ચિમ ઝોનના આસી.કમિશનર સમક્ષ ફરિયાદ પણ થઇ હતી. આરટીઆઇમાં બહાર આવેલી માહિતીમાં લાઇબ્રેરીઅનને ફાળવેલી ગાડીની લોગબૂક પરથી નિયમિત મુલાકાત નહીં લેવાતી હોવાનું પુરવાર થાય છે.

એમ.જે.ના લાઇબ્રેરીઅન, સ્ટાફને ચેકિંગની જવાબદારી સોંપાઇ હતી. લાઇબ્રેરીઅન બિપીન મોદીને નિયમિત ચેકિંગ માટે માસિક રૂપિયા 1200નું મહેનતાણું ચૂકવાતું હતું. જે ઓછું પડતાં તેઓને રોજના આઠ કલાક માટે ડ્રાઇવર સાથે ગાડી આપવામાં આવી હતી.