• Gujarati News
  • તેલીબિયાં ખોળના ઊંચા ભાવથી નિકાસ ઘટી

તેલીબિયાં ખોળના ઊંચા ભાવથી નિકાસ ઘટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની ઇન્ડસ્ટ્રીઝને ઊંચી પડતરથી નુકસાની

દેશમાંખાદ્યતેલોની ધૂમ આયાતોના કારણે તેલીબિયાં ખોળની નિકાસ સતત ઘટી રહી છે. માર્ચ મહિનામાં વધુ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે તેલીબિયાં ખોળના ઉંચા ભાવના કારણે ઘટાડો નોંધાયો છે. ઉપરાંત દેશની ઇન્ડસ્ટ્રીઝને કાચા માલની ઉંચી પડતરના કારણે નીચા ભાવથી ખોળ વેચવો પાલવે તેમ નથી. ખોળની નિકાસ સૌથી વધુ ઇરાનમાં થતી હતી પરંતુ ચાલુ વર્ષે 70 ટકા ઘટીને માત્ર 3.62 લાખ ટન રહી છે જે ગતવર્ષે 12.43 લાખ ટન હતી જ્યારે સાઉથ કોરીયામાં વધીને 9.35 લાખ ટનની નિકાસ થઇ છે. સીના અહેવાલમાં દર્શાવ્યા મુજબ માર્ચમાં કુલ 1.87 લાખ ટન નિકાસ થઇ છે. પુરા થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન 24.43 લાખ ટનની નિકાસ થઇ છે જે અગાઉના વર્ષે 43.81 લાખ ટનની હતી. સોયાબીનના ઉંચા ભાવના કારણે ક્રશીંગ ઘટતા તેની નિકાસ સૌથી વધુ ઘટી છે.

^દેશમાં તેલીબિયાંનું વાવેતર-ઉત્પાદન ઘટી રહ્યું છે જેના કારણે ખાદ્યતેલોની મોટા પાયે આયાતો થઇ રહી છે. આયાતી તેલોના કારણે દેશની ઓઇલ ઇન્ડ.ને મોટો ફટકો પડ્યો છે. ઉત્પાદન ક્ષમતા ઘટી છે જેથી ખોળના ઉત્પાદનમાં ઘટાડો અને કિંમત ઉંચી છે પરિણામે નિકાસને અસર પડી છે. >બી વી મહેતા, સોલવન્ટએકસ્ટ્રેકટર્સ એસો.