• Gujarati News
  • યુનિ.એ પ્રો. ઝાલાને ડિસમિસ કરતો પત્ર લખ્યો

યુનિ.એ પ્રો. ઝાલાને ડિસમિસ કરતો પત્ર લખ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર. અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીના સમાજ વિદ્યા ભવનના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. સરમણ ઝાલા દ્વારા મહિલા અધ્યાપિકાઓને લખવામાં આવેલા વિવાદાસ્પદ અશ્લીલ પત્રકાંડ પ્રકરણમાં નિવૃત્ત ન્યાયાધીશના તપાસ પંચ દ્વારા તપાસ કરીને દોષિત ઠેરવાયા છે. જેના પગલે કુલપતિ ડો.એમ.એન.પટેલે પ્રો. ઝાલાને અશ્લીલ પત્રકાંડ પ્રકરણમાં ડિસમિસ કરાયા હોવાની જાણ કરતો પત્ર લખ્યો છે. ઉપરાંત તેમને નેચર ઓફ જસ્ટિસના ન્યાયે 15 દિવસમાં પ્રત્યુત્તર આપવાની તાકીદ કરી હોવાનું કુલપતિ ડો.એમ.એન.પટેલે જણાવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમાજ વિદ્યાભવનના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. ડો સરમણ ઝાલાએ થોડાક મહિનાઓ પહેલા તેમના ભવનમાં ફરજ બજાવતાં ત્રણ મહિલા પ્રોફેસરોને અશ્લીલ પત્ર લખીને તેમની માનસિક સતામણી કરી હતી. બાબતે મહિલા પ્રોફેસરોએ મહિલા પોલીસ સ્ટેશન, ગુજરાત યુનિવર્સિટીની ડબ્લ્યૂડીસી સહિતની જગ્યાઓ પર ફરિયાદ કરી હતી.