જગત શાહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગત શાહ

motivational trip

અમદાવાદના આંત્રપ્રિન્યોર જગત શાહ 3 મેના રોજ ટ્રીપ શરૂ કરશે અને 9400 કિમીની ટ્રીપમાં 18 રાજ્યોના 27 શહેરોમાં ફરીને ત્યાંના સ્ટુડન્ટ્સને આંત્રપ્રિન્યોરશિપ માટે પ્રેરિત કરશે.

િસટી િરપોર્ટર } ‘હુંદર વર્ષે છેલ્લાં 15-20 વર્ષથી લાંબી રોડ ટ્રીપ કરું છું. વખતે મેં વિચાર્યું કે એક સોશિયલ કોઝને પણ ટ્રીપ સાથે સાંકળું. ત્યારે વિચાર આવ્યો કે હું અત્યાર સુધી 40 દેશોમાં બિઝનેસ માટે ફર્યો છું તો તેનું નોલેજ મારે શેર કરવું જોઇએ. ત્યારે રોડ ટ્રીપનું આયોજન કર્યું છે.’ શબ્દો છે ક્લસ્ટર પલ્સ- ઇકોનોમિક ડેવલપમેન્ટ એજન્સીનાં ફાઉન્ડર જગત શાહનાં.

શહેરનાં આત્રપ્રિન્યોર જગત શાહ 3જી મેનાં રોજ 18 રાજ્યોનાં 27 શહેરોમાં 9400 જેટલાં કિલોમીટર્સ કાપીને જુદી-જુદી એકેડેમિક સંસ્થાઓ, ટ્રેડ એસોસિએશન્સ, ચેમ્બર ઓફ કોમર્સનાં સહયોગથી ત્યાં વિદ્યાર્થીઓને સ્મોલ-મિડિયમ એન્ટરપ્રાઇઝ વિશેની માહિતી આપશે. તેમજ પોતાનાં બિઝનેસને એક્સપાન કરવા કે એક્સપોર્ટ કરવા માટેનાં રસ્તાઓ સૂચવશે. ઉપરાંત દરેક શહેરમાં તેમણે બેન્કિગ, ડિજિટલ અને ટેકનોલોજીમાં પાર્ટનર્સ રાખ્યાં છે. જેથી જ્યારે તેઓ જે-તે શહેરમાં પહોંચે ત્યારે ટીમ ત્યાં હાજર રહે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતી વખતે તેમની સાથે સંપર્ક થઇ શકે.

તેમણે ટ્રીપ વિશે વધુમાં કહ્યું કે, હું અત્યાર સુધી 40 જેટલાં દેશોમાં બિઝનેસને લગતાં કાર્યોને લીધે ફર્યો છું. ત્યારે ત્યાંનાં આંત્રપ્રિન્યોર્સની સાથે સબંધો કેળવ્યાં છે. હું બધાં દેશોનાં નાના-મોટા બધાં આત્રપ્રિન્યોર્સનાં બિઝનેસ કાર્ડ્સ લઇને ટ્રીપ પર જઇ રહ્યો છું. જેથી વિદ્યાર્થીઓને જે પણ સવાલ હોય કે વિદેશમાં કોઇ કોલાબોરેશન કરવું હોય ત્યારે બિઝનેસ કાર્ડ્સ તેમને મદદરૂપ થઇ શકે. આમાં મારી સાથે 3000થી વધુ કંપનીઓ સંકળાયેલી છે. જેમની પાસેથી વિદ્યાર્થીઓ ઘણું શીખી શકે તેમ છે.

60 દિવસમાં 27 શહેરો ફરીને આંત્રપ્રિન્યોરશિપને પ્રમોટ કરશે