• Gujarati News
  • નોલેજ બેઝ્ડ અર્થતંત્રના નિર્માણ પર ભાર મુકાયો

નોલેજ બેઝ્ડ અર્થતંત્રના નિર્માણ પર ભાર મુકાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોલેજ બેઝ્ડ અર્થતંત્રના નિર્માણ પર ભાર મુકાયો

સાંસદ અનુરાગ ઠાકુરનું GCCIમાં સંબોધન



ભારતમાંસૌથી વધુ યુવાનો છે. દેશમાં નોલેજ બેઝ્ડ ઈકોનોમીનું નિર્માણ કરવા પર ભાર મૂકવા સાથે ભાજપ યુવા મોરચાના પ્રેસિડેન્ટ અને સાંસદ અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, દેશના નિર્માણમાં યુવનો મહત્વની અને ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. ટેકનિકલ એજ્યુકેશન પૂરું પાડીને સ્કિલ્ડ અને ટેલેન્ટેડ મેનપાવરનું નિર્માણ કરી શકાશે અને તેના લીધે બેરોજગારીનું પ્રમાણ ઘટશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે લીડિંગ યંગિસ્તાન અંગેના એક કાર્યક્રમ વેળા યુવાનોને સંબોધતાં તેમણે કહ્યું કે, નવા સાહસિકો, બૌદ્ધિકોને વિદેશમાં જતા રોકવા માટે ભારતમાં તેમને પોતાની કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકાય તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.