• Gujarati News
  • એક તરફી પ્રેમમાં પાગલ યુવકની પરિણીતા પર એસિડ ફેંકવાની ધમકી

એક તરફી પ્રેમમાં પાગલ યુવકની પરિણીતા પર એસિડ ફેંકવાની ધમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફી પ્રેમમાં પાગલ યુવકની પરિણીતા પર એસિડ ફેંકવાની ધમકી



‘તુંમારી નહીં થાય તો તને બીજા કોઇની પણ નહીં થવા દઉં, મારી વાત નહીં માને તો તારી ઉપર એસિડ ફેંકીને તારી જિંદગી બગાડી દઇશ, તેમ કહી મહિલા એડવોકેટનો હાથ પકડી સોસાયટીમાં જાહેરમાં ઝઘડો કરી ઝપાઝપી કરનાર તે સોસાયટીમાં રહેતા યુવાનની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે.

મોટેરાની એક સોસાયટીમાં રહેતી પરિણીતા મેટ્રોકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. પરિણીતા શુક્રવારે સાંજે 7 વાગ્યે સોસાયટીમાંથી એક્ટિવા લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીમાં રહેતા અમિતભાઇ પટેલ)એ રોકીને ધમકી આપી હતી.

ચાંદખેડા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે અમિત પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અમિત પરિણીતાના એકતરફી પ્રેમમાં હતો.