• Gujarati News
  • ફેક ફેસબુક એકાઉન્ટ : યુવતીનોે ફોટો પિતાના નંબરથી હેરાનગતિ

ફેક ફેસબુક એકાઉન્ટ : યુવતીનોે ફોટો- પિતાના નંબરથી હેરાનગતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેક ફેસબુક એકાઉન્ટ : યુવતીનોે ફોટો- પિતાના નંબરથી હેરાનગતિ



શહેરનાપશ્ચિમ વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીનું ફેસબુક પર ફેક એકાઉન્ટ તૈયાર કરી તેમાં છોકરીનું નામ તેના ફોટા જ્યારે સંપર્ક માટે યુવતિના પીતાનો મોબાઇલ નંબર લખવામાં આવ્યો હતો. જેની નીચે એવું લખાણ લખવામાં આવ્યું હતું કે મને મળવા નંબર પર કોન્ટેકટ કરો. જેના આધારે તેના પિતા પર ફોન આવવાનું શરૂ થતાં તપાસ કરતાં ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેના આધારે તેના પિતાએ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પશ્ચિમ વિસ્તારમાં રહેતા પરીવારના એક મોભી પર તેમની દીકરીના નામથી ફોન આવવાનું શરૂ થઇ ગયું હતું. જેના આધારે તેમણે ફોન કરનાર વ્યક્તિઓને પુછતાં તેમણે જણાવ્યું હતું કે નંબર તો ફેસબુક એકાઉન્ટ પરથી મળ્યો છે. જેથી દિશામાં ઝીણવટભરી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કોઇએ તેમની દિકરીનું ફેસબુક પર ફેક એકાઉન્ટ તૈયાર કર્યું હતું જેમાં નામ અને ફોટા તેમની દિકરીના હતા અને મળ વા માટે મોબાઇલ નંબર તેના પિતાનો હતો.