• Gujarati News
  • ગટર બેસી જતાં બે ફસાયા

ગટર બેસી જતાં બે ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગટર બેસી જતાં બે ફસાયા

અમદાવાદ|ઓઢવમાંઅંબીકાનગર પાસે આવેલી મનીષાપાર્ક સોસાયટીમાં કોઇ ખાનગી મરામત કામ ચાલતું હોવાને કારણે તેના માલસામાનની હેરાફેરી માટે ભારે વજનવાળું વેહીકલ રસ્તા પરથી પસાર થયું હતું. વેહીકલનું ટાયર ગટરની મેઇનહોલ પરથી નીકળતાં ગટર બેસી ગઇ હતી. દરમિયાનમાં અહીંથી નીકળેલા બે વ્યક્તિને બેસીલી ગટર નહિ દેખાતા તેઓ તેમાં ખાબકયા હતા અને લોકોને ખબર પડતાં તરત તેમને બહાર કઢાયા હતા. બન્ને જણાને કોઇ ગંભીર ઇજા થઇ નહોતી.