• Gujarati News
  • કેન્દ્રસરકારે, દેશના વિવિધ ઉદ્યોગો માટે ડ્યૂટી ડ્રોબેક રેટ જાહેર

કેન્દ્રસરકારે, દેશના વિવિધ ઉદ્યોગો માટે ડ્યૂટી ડ્રોબેક રેટ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રસરકારે, દેશના વિવિધ ઉદ્યોગો માટે ડ્યૂટી ડ્રોબેક રેટ જાહેર કર્યા છે. મોટાભાગની ચીજવસ્તુઓ માટેના ડ્રોબેક રેટની મહત્તમ મર્યાદા બે ટકાથી વધુ રખાઈ છે. જ્યારે ગુઆર ગમ, ફ્રોઝન મરીન પ્રોડક્ટ્સ માટે ડ્રોબેક રેટની મહત્તમ મર્યાદા બે ટકા નક્કી કરાઈ છે. આમ, પ્રોડક્ટ્સ માટે ડ્રોબેક રેટ 2 ટકાથી ઓછા નક્કી કરવા સૂચવાયું છે. 1 ગ્રામ સોનું- સોનાની જ્વેલરી માટે રૂ.219.9નો રેટ નક્કી કરાયો છે. એક કિલો ચાંદી- ચાંદીની જ્વેલરી માટે રૂ.3,112.5નો રેટ નક્કી કરાયો છે.

કાચા માલના ભાવ, કાચી સામગ્રી, આયાતી માલનો વપરાશ, જકાતના દર, નિકાસ ચીજોના ઉત્પાદન અને પ્રોસેસમાં હાઈ સ્પીડ ડીઝલ- ફર્નેસ ઓઈલનો વપરાશ, વગેરે બાબતોને ધ્યાનમાં લઈને રેટ નક્કી કરાય છે.

પ્રોજેક્ટ એક્સપોર્ટ્સની ચીજો એઆરઈ-1 સાથે નિકાસ થાય તે માટે ડ્રોબેકની મહત્તમ મર્યાદા કરાઈ હોય તો શરત (6) હેઠળ મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે. કસ્ટમ્સ સત્તાવાળાઓએ, નિકાસ પરવાનગી આપતાં પહેલાં ડ્રોબેક પ્રોસેસિંગ વેળા ડ્રોબેક અંગેની નોંધ ધ્યાનમાં લેવી જોઈએ. ચેપ્ટર -66 હેઠળ પીપી બેગ્સ, છત્રી, આર્ટીફિશિયલ ફ્લાવર, વગેેરે કિસ્સામાં 1.9 ટકા રેટ નક્કી કરાયો છે. તમામ પ્રકારની કૃષિ મશીનરી માટે 7 ટકાનો કોમ્પોઝિટ રેટ નક્કી કરાયો છે. અગાઉની ડીઈપીબી ચીજોને પણ ડ્રોબેક શિડ્યુલમાં આવરી લેવામાં આવી છે.

ઉદ્યોગો માટે ડ્યૂટી ડ્રોબેક રેટ જાહેર