• Gujarati News
  • લગ્નસહાયની ફાઈલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર

લગ્નસહાયની ફાઈલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નસહાયની ફાઈલ આગળ ધપાવવા માટે લાંચ માંગનારા સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના ક્લાસ -3 અધિકારી સુધીરભાઈ દેસાઈને એસીબીએ વોન્ટેડ જાહેર કર્યાં છે. જ્યારે અધિકારીએ લાંચ લેવા મોકલેલા વચેટિયા ગૌરાંગ પરમારની એસીબીએ ધરપકડ કરી હતી.

નરોડાના ભગવતીનગરમાં રહેતા સુરેશભાઈ સુથારના પુત્રએ ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યા છે. જેના માટે સરકાર તરફથી મળતી લગ્ન સહાય માટે સુરેશભાઈએ સોશિયલ વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં અરજી કરી હતી. પરંતું અરજીની ફાઈલ સુધીરભાઈ દેસાઈ આગળ ધપાવતા હતા. સુધીરભાઈ દેસાઈએ લગ્ન સહાયના 50 હજાર રૂપિયા મેળવવા માટે 12 હજારની લાંચ માંગી હતી. જ્યારે લાંચની રકમ કાંકરિયા ખાતે વચેટિયા ગૌરાંગ પરમારને આપવાની વાત કહી હતી. ઘટના અંગે ફરિયાદી સુરેશભાઈ સુથારે એન્ટિ કરપ્શન બ્યૂરોમાં જાણ કરતા એસીબીના પીઆઈ આર્યા, પીઆઈ રેવરે શુક્રવારે કાંકરિયા ખાતે વોચ ગોઠવી અધિકારીએ મોકલેલા વચેટિયા ગૌરાંગે ફરિયાદી સુરેશભાઈ સુથાર પાસેથી 12 હજારની લાંચ લઈ અધિકારી સુધીરભાઈ દેસાઈ સાથે ફરિયાદીની ફોન પર વાત કરાવતા એસીબીએ વચેટિયા ગૌરાંગની ધરપકડ કરી હતી.

લાંચકેસમાં સોશિયલ વેલ્ફેરના અધિકારી વોન્ટેડ જાહેર કરાયા

લગ્ન સહાયની ફાઈલ માટે લાંચ માગી હતી