• Gujarati News
  • એક લગ્ન સમારોહમાં હાજરી આપવા મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર

એક લગ્ન સમારોહમાં હાજરી આપવા મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક લગ્ન સમારોહમાં હાજરી આપવા મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિતના રાજનેતાઓ અને જાણિતી હસ્તીઓ શનિવારે અમદાવાદ આવી પહોંચી હતી જ્યાં મુલાયમસિંહે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. બીજા બાજુ અખિલેશ યાદવે મુખ્યમંત્રી આનંદીબહેનની મુલાકાત લીધી હતી. લગ્નમાં આવી પહોંચેલા અમરસિંહે પોતે વિરોધ પક્ષમાં હોવાથી નરેન્દ્ર મોદીનો વિરોધ કરે તે જરૂરી નથી તેમ કહ્યું હતું. તેમણે મોદીના કામના પણ વખાણ કર્યાં હતાં તેથી તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઈ છે.

મોદીના ગઢ ગુજરાતમાં ‘સિંહો’ની ગર્જના

આગમન |ડૉ.કેતન દેસાઈની પુત્રીના લગ્નમાં એસપી સુપ્રિમો, યુપી સીએમ સહીતની હસ્તીઓનો જમાવડો