• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

શહેરનાલો ગાર્ડન ખાતે આવેલા જીએલએસ કેમ્પસની એલ.એન્ડ સી. મહેતા આર્ટસ કોલેજમાં ઇન્ટરનલ માર્ક માટે લેવાયેલી પરીક્ષાની 64 આન્સરશીટ શનિવારે કચરા પેટીમાંથી મળી આવી હતી. વિદ્યાર્થીઓએ આન્સરશીટને લઇને કોલેજ પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે પ્રિન્સિપાલે પોલીસ બોલાવી હતી.

7 ઓકટોબરે ત્રીજા સેમેસ્ટર હિસ્ટ્રીની પરીક્ષા લેવામાં આવી હતી. ઉત્તરવહી કચરા પેટીમાંથી મળી આવતા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ કોલેજના કાર્યકારી પ્રિન્સિપાલ એસ. એમ. વકીલને રજૂઆત કરી હતી.

BA ઇન્ટરનલ પરીક્ષાની 64 ઉત્તરવહી કચરાપેટીમાંથી મળી

એલ.એન્ડ સી. મહેતા આર્ટ્સ કોલેજની