દિવસો પહેલાં પછી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવસો પહેલાં પછી

સામાન્યદિવસો 2500 6,000

રવિવાર-તહેવાર 7200 12,000

આવક ~65,000 ~1,50,000

જિનપિંગની મુલાકાતબાદ બહારનાં એમએલએ, મેમ્બર ઓફ પાર્લમેન્ટ, કાઉન્સિલરો, નિષ્ણાતો, IAS અધિકારીઓ રિવરફ્રન્ટની મુલાકાત અવશ્ય લે છે.

નેતાઓની મુલાકાત વધી

નોંધ :17 સપ્ટેમ્બર પછી મુલાકાતીઓની સરેરાશ વાર્ષિક (દૈનિક) સંખ્યા.

રાજ્ય બહારનાં લોકોમાં પણ આકર્ષણ વધ્યું

રિવરફ્રન્ટનાં મુલાકાતીઓમાંમોટેભાગે અમદાવાદનાં લોકો વધુ હતા. પરંતુ, મોદી અને જિનપિંગની મુલાકાત બાદ રિવરફ્રન્ટની મુલાકાતે અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદથી આવતાં લોકો માટે પણ રિવરફ્રન્ટ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

િવઝિટર્સની સાથે સાથે આવકમાં પણ વધારો થયો

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

સુભાષબ્રિજ પાસેનાં રિવરફ્રન્ટ પાર્કમાં ગત 17મી સપ્ટેમ્બરનાં રોજ ચીનનાં પ્રમુખ જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ એકાએક મુલાકાતીઓની સંખ્યામાં બેથી અઢી ગણી વધારો થયો છે.

મુલાકાતીઓની સંખ્યા બે હજારથી વધીને હજાર અને રવિવારે-તહેવારોનાં દિવસોમાં 7200થી વધીને 11-12 હજાર થઈ છે. જેને પગલે રિવરફ્રન્ટની આવક ગત વર્ષના ~60-65 હજારથી વધીને નવેમ્બર-2014 સુધીમાં ~1.50 લાખે પહોંચી છે.

એટલું નહિ, પાર્કમાં પહેલાં મોટેભાગે અમદાવાદીઓ વધુ અાવતા હતા, તેને બદલે હવે રાજકોટ, વડોદરા, મુંબઇ, હૈદરાબાદ અને દિલ્હીથી અમદાવાદ આવતાં લોકો માટે રિવરફ્રન્ટ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ ગુજરાત બહારનાં એમએલએ, મેમ્બર ઓફ પાર્લમેન્ટ, કાઉન્સિલરો, નિષ્ણાતો અને આઇએએસ અધિકારીઓ તેમની ટીમ સાથે રિવરફ્રન્ટની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

સાબરમતી રિવરફ્રન્ટનાં જનરલ મેનેજર નરેશભાઇ રાજપૂતે જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ પાર્કની મુલાકાત માટે દર વર્ષે સામાન્ય દિવસોમાં બેથી અઢી હજાર અને રવિવાર- તહેવારોમાં 7200 જેટલાં લોકો આવતા હતા. મુલાકાતીઓ પાસેથી પુખ્ત વ્યકિતનાં ~10 અને બાળકનાં ~5 એન્ટ્રી ફી પેટે લેવાય છે. જેને પગલે ગત વર્ષે રિવરફ્રન્ટની આવક ~65 હજારની આસપાસ થઇ હતી.

તાજેતરમાં પાકિસ્તાનના એક ડેલિગેશન પણ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ પણ મ્યુનિસિપલ કમિશનર ડી. થારા સાથે િરવરફ્રન્ટ પાર્કની મુલાકાત લઈ વિકાસની માહિતી મેળવી હતી.

રિવરફ્રન્ટ પાર્કમાં મુલાકાતીની સંખ્યા બમણી થઈ

િજનિપંગ ઈફેક્ટ

વડાપ