• Gujarati News
  • સાદિક કેસમાં આરોપીના જામીનનો સોમવારે ફેંસલો

સાદિક કેસમાં આરોપીના જામીનનો સોમવારે ફેંસલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાદિકજમાલ એન્કાઉન્ટરમાં કેસમાં જેલવાસ ભોગવી રહેલા પોલીસ અધિકારી તરુણ બારોટ અને આર.એલ.માવાણીની કાયમી જામીન અરજી પર સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં પક્ષકારોની રજૂઆતના અંતે કોર્ટ પોતાનો ચુકાદો સાેમવારે જારી કરશે.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવ્યો હોવાની બાતમીના આધારે સાદિક જમાલને ક્રાઇમ બ્રાન્ચે નરોડા ગેલેક્સી સિનેમા નજીક એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. જે અંગેની સીબીઆઇ તપાસ દરમિયાન આઠ પોલીસ અધિકારી કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી. જે પૈકીના તરુણ બારાેટ અને આર.એલ.માવાણીએ કાયમી જામીન મેળવવા માટે અરજી કરી હતી.

જામીન અરજી પર ગુરુવારે યોજાયેલી સુનાવણીમાં બન્ને આરોપીના એડ્વોકેટે રજૂઆત કરી કે, તપાસ એજન્સી પાસે આરોપી સામે કોઇ પુરાવા નથી. માત્રને માત્રે કાવતરામાં સંડોવણી છે. પક્ષકારોની રજૂઆતના અંતે સીબીઆઇ કોર્ટ પોતાનો ચુકાદો સોમવાર સુધી મુલત્વી રાખ્યો છે.

{ તરુણ બારોટ, માવાણીનું ભાવિ નક્કી થશે