• Gujarati News
  • મ્યુનિ. સંકલન બેઠકમાં આયોજન અધિકારી હાજર રહે

મ્યુનિ. સંકલન બેઠકમાં આયોજન અધિકારી હાજર રહે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનમાં દર મહિનાના ત્રીજા શનિવારે મળતી સંકલન સમિતિની બેઠકમાં આયોજન અધિકારીને હાજર રાખવામાં આવે તેવી માગણી દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે, ધારાસભ્યોના કામો સૂચવ્યા પછી પણ એક વર્ષ સુધી કામો થતા નથી.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સમક્ષ રજૂઆત કરી છે કે, ગ્રાન્ટ વપરાવવાનું શરૂ કરી દેવામાં આવે અને નાગરિકોની સમસ્યા દૂર થાય તે માટે સત્વરે મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરવામાં આવે.