• Gujarati News
  • ગ્રાન્ટેડ શાળાના 1500 શિક્ષકોની ખાલી જગ્યા તાકીદે ભરવા માગ

ગ્રાન્ટેડ શાળાના 1500 શિક્ષકોની ખાલી જગ્યા તાકીદે ભરવા માગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઆવેલ આશરે 8500 જેટલી ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા બાબતે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી સમક્ષ બુધવારે બપોરે લેખિતમાં રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અંબુભાઈ પટેલ, અમદાવાદ શહેરના પ્રમુખ રમેશ અમીન સહિતના મહામંડળના તમામ હોદેદ્દારો શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને મળીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,‘ શૈક્ષણિક વર્ષ 2011થી વિદ્યાર્થીઓની વર્ગ દીઠ સંખ્યા વધારીને 60 કરાઈ છે, તેમાં ફેરફાર કરીને વર્ગ દીઠ 45ની સંખ્યા ઉપરાંત માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત થયેલા 1500 શિક્ષકોની જગ્યા ઝડપથી ભરવા તેમજ વહીવટી કર્મચારીઓ-પટાવાળાઓની સત્વરે ભરતી કરવાની માંગણી કરી છે.’

ઉપરાંત રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ શાળાઅોમાં 1500 શિક્ષકોની જગ્યા પર ઝડપથી ભરતી કરાય તે માટેની ઉપરાંત શિક્ષણ વિભાગની જૂની ગ્રાન્ટ નીતિ અન્વયે ઓછા પરિણામ ધરાવતી શાળાઓમાં વિદ્યાર્થી દીઠ રૂ. 100 ગ્રાન્ટ કાપની નીતિ હતી તેને લાગુ કરવા માટે રજૂઆત કરાઈ હતી.

બાબતે શિક્ષણ સચિવ, કમિશનર ઓફ સ્કૂલ સમક્ષ પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી.