• Gujarati News
  • ઇસનપુર જીમખાના પર પોલીસના દરોડા : 59 જુગારીઓની ધરપકડ

ઇસનપુર જીમખાના પર પોલીસના દરોડા : 59 જુગારીઓની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈસનપુરગોવિંદવાડી ચાર રસ્તા પાસે આવેલા ઈસનપુર જીમખાના લિ.માં ગુરુવારે સાંજે 6 વાગ્યે ઝોન-6 ડીસીપી પી.સી.બરંડા અને ઈસનપુર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી પોલીસે 59 જુગારીઓને 10 લાખથી વધુની રકમ સાથે ઝડપી લીધા છે. જીમખાનામાં ક્લબ ચલાવી જુગાર રમાડતા અરવિંદ ઉર્ફે અરવિંદ ઉસ્તાદ જયમીનભાઈ દલાલની ધરપકડ કર્યા બાદ પોલીસે 4 ફોર વ્હીલર, 19 ટુ-વ્હીલર કબજે લીધા હતા.

અંગે ડીસીપી પી.સી.બરંડાના જણાવ્યા અનુસાર, રેડ બાદ અઢી કલાકમાં 10 લાખની રકમની ગણતરી કરી લેવાઈ છે. જ્યારે હજુ પણ રોકડની ગણતરી ચાલુ છે જે મોડી રાત્રી સુધી ચાલુ રહી શકે છે.

ઈસનપુર ગોવિંદવાડી ચાર રસ્તા પાસે આવેલા ઈસનપુર જીમખાના લિ . ના કંપાઉન્ડમાં આવેલા બે માળના મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

ટેબલ લિમિટ નક્કી કરાઈ હતી

પોલીસેજીમખાનામાંદરોડો પાડતા હોલમાં અલગ અલગ ટેબલો મુકાયા હતા. જે તમામ ટેબલોની લિમિટ નક્કી કરાઈ હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું.

જીમખાનામાંથી 100થી 5000 રૂપિયાની સામે મળતા કોઈન મળ્યાં હતા. જેમાં વાદળી કોઈન - 1 હજાર, લાલ કોઈન- 500, ઓરેન્જ કોઈન- 2 હજાર, પીળા કોઈન - 100 અને કેસરી કોઈન- 5 હજાર સુધીના હતા. ઉપરાંત કોઈન ભરેલા થેલા પણ મળ્યાં હતા.

100 થી 5000 સુધીના કોઈન મળ્યાં

ડીસીપી પી.સી.બરંડાનાજણાવ્યા અનુસાર રેડ બાદના અઢી કલાકમાં 10 લાખની રોકડની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે હજુ પણ રોકડ સહિત મોબાઈલની ગણતરીઓ ચાલુ છે. જે મોડી રાત્રી સુધી પૂરી થઈ શકે છે.

અઢી કલાકમાં 10 લાખની ગણતરી કરાઈ

જીમખાનામાં મોટી માત્રામાં રોકડ અને અન્ય મુદ્દામાલ મળ્યો છે. જેની ગણતરીમાં પોલીસની ટીમ કામે લાગી હતી. મોડી રાત સુધી 10 લાખની રોકડ રકમની ગણતરી થઈ હતી. બાકીની રકમની ગણતરી મોડી રાત્રી સુધી ચાલી હતી. > પી.સી.બરંડા,ડીસીપી

ગણતરી મોડી રાત્રી સુધી કરાઇ

જુગારધામમાંથી પકડાયેલાં જુગારીઓ અને ઇનસેટ તસવીરમાં ક્લબ ચલાવી જુગાર રમાડનાર અરવિંદ ઉર્ફે અરવિંદ ઉસ્તાદ જયમીનભાઈ દલાલ નજરે પડે છે./ભાસ્કર