• Gujarati News
  • ITમાં ફાઈલોની વહેંચણીથી સ્ક્રુટિની, રિફંડમાં વિલંબ થશે

ITમાં ફાઈલોની વહેંચણીથી સ્ક્રુટિની, રિફંડમાં વિલંબ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગમાં કેડર રિસ્ટ્રક્ચરિંગનો આજથી અમલ થયો છે અને દરેક આઈ.ટી.ઓ. પાસે રહેલી ફાઈલો પૈકી કેટલીક ફાઈલોની નવા અધિકારીઓને વહેંચણી કરવામાં આ‌વી છે. ઈન્કમટેક્સની દરેક રેન્જમાં હવે આઈ.ટી.ઓ.ની સંખ્યા 4થી વધારીને 5 કરવામાં આવી છે અને રેન્જમાં આવતા કરદાતાઓને એ.બી.સી.ડી., વગેરે મુજબ વહેંચણી કરાઈ છે. અગાઉ, શહેરના વોર્ડ મુજબ કરદાતાઓની વહેંચણી કરાતી હતી.

છેલ્લાં 15 દિવસથી આવકવેરા વિભાગમાં કેડર રિસ્ટ્રક્ચરિંગની કવાયત હાથ ધરાઈ છે અને આજથી તેના અમલનો પ્રારંભ થયો છે. ઈન્કમટેક્સ ઓફિસર (આઈ.ટી.ઓ.)ની સંખ્યા વધારીને 5 કરાઈ છે. નવા આઈ.ટી.ઓ.ને કામગીરીની ફાળવણી કરાઈ છે અને જૂના અધિકારીઓ પાસેથી કેટલીક ફાઈલો નવા આઈ.ટી.ઓ.ને સોંપવામાં આવી છે.

ફાઈલો અન્ય રેન્જમાંથી આવતા લગભગ 15 દિવસનો સમય લાગશે. આને લીધે કેસોની સ્ક્રુટિની, એસેસમેન્ટ, રેક્ટિફિકેશન, અપીલ ઈફેક્ટ, તેમજ રિફંડની કાર્યવાહી પણ ફરીથી કરવી પડશે. પ્રકારની કાર્યવાહી માટે નવા અધિકારીઓ કરદાતાઓ પાસેથી નવેસરથી વિગતો અને માહિતી મંગાવશે અને તેના પરિણામે કામગીરીમાં વિલંબ થશે.

નાણાકીય વર્ષ પૂરું થવા આડે ચાર મહિના બાકી છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા કેસોની સ્ક્રુટિની કાર્યવાહી પર ભાર મુકાશે. કરદાતાઓને સ્ક્રુટિની કેસો માટે મુદત મળશે નહીં. જો કરદાતા નિર્ધારીત મુદતે હાજર રહે તો એકપક્ષી આકારણી કરીને ડિમાન્ડ કાઢવામાં આવશે.

આઈ.ટી.ઓ.ના નવા કાર્યક્ષેત્રનો અમલ થવાને કારણે કરદાતાઓને રિફંડ માર્ચ મહિના પછી મળે તેવી શક્યતા છે.