• Gujarati News
  • 500 આયંબિલની પૂર્ણાહુતિ

500 આયંબિલની પૂર્ણાહુતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આચાર્ય રશ્મીરત્નસુરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થલતેજના શ્રી ભાઈકાકાનગર જૈન સંઘમાં સંઘના આગેવાન રાજસ્થાન ઝાડોલીના સુશ્રાવક વિક્રમભાઈ તથા તેમના ધર્મપત્ની ડોલીબહેનના બે વર્ષના 500 આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા નિમિત્તે વિશસ્થાનક પૂજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે આચાર્ય રશ્મીરત્નસુરીશ્વરજી મ.સા.એ પ્રસંગે કહ્યું કે, આયંબિલતપ મહામાંગલિક છે. ખાવા છતાં રસવગરનું ખાવું કઠિન છે. આયંબિલ જેવું તપ નહીં, નવકાર જેવો જાપ નહીં, અને બ્રહ્મચર્ય જેવો ખપ નહીં.