• Gujarati News
  • સાંસદઆદર્શ ગ્રામ યોજના અનુસાર રાજ્યસભાના ગુજરાતથી કોંગ્રેસના સાંસદ અહેમદ

સાંસદઆદર્શ ગ્રામ યોજના અનુસાર રાજ્યસભાના ગુજરાતથી કોંગ્રેસના સાંસદ અહેમદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંસદઆદર્શ ગ્રામ યોજના અનુસાર રાજ્યસભાના ગુજરાતથી કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતના ડુમકલ જૂથના વાંદરી ગામને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે. ગામ આદિવાસી વિસ્તારનું બોરનું ગામ હોવાથી અને અહિના નિવાસીઓને જીવનનિર્વાહ માટે જરૂરી પાયાની સુવિધાઓ ખૂબ ઓછી હોવાથી ગામને દત્તક લેવામાં આવ્યું છે. વાંદરી ગામ ગુજરાત રાજ્યની સરેરાશ સરખામણીએ સાક્ષરતાનો ખૂબ ઓછો દર ધરાવે છે. 2011માં દર 42.46 ટકા હતો. જેમાં પુરુષોનો દર 54.50 ટકા અને સ્ત્રીઓનો દર 29.58 ટકા હતો. તેની સામે ગુજરાતનો સાક્ષરતા દર 78.03 ટકા હતો.

અહેમદ પટેલના જણાવ્ચા મુજબ વાંદરી ગામ સુધી રસ્તાઓના બાંધકામની માગણી સાથે ગામવાસીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. 2012 અને 2014માં મુખ્યમંત્રીને વારંવાર પત્રો લખીને રજૂઆત કરવામાં આવી હતી છતાં તેનું કોઈ પરિણામ આવ્યું હતું. પીવાના પાણી, આરોગ્ય સેવા, શૌચાલયો વગેરે જેવી પાયાની સુવિધાઓનો અભાવ ધરાવતા ગામમાં લોકોનું જીવન દુષ્કર બન્યું છે. ફક્ત પાંચ ટકા લોકો પાસે શૌચાલયની સુવિધા છે જ્યારે નિર્મલ ભારત અભિયાન હેઠળ બાંધવામાં આવેલા 90થી વધારે શૌચાલયો પાણી અને અન્ય સગવડોના આધારે બિનઉપયોગી છે. ટેલિફોન નેટવર્ક, પોસ્ટ ઓફિસ અને બેન્કિંગ સુવિધાનો અભાવ છે. ચોમાસામાં ગામ સુધી ફકત ચાલીને પહોંચી શકાય છે. આથી અહેમદ પટેલે સરકાર અને સમાજના વિવિધ હિસ્સેદારોની સહભાગિતા દ્વારા ગામની આદર્શ ગામમાં કાયાપલટ કરવાનો નિર્ણય કર્યો છે.

CMને રજૂઆત છતાં ગામમાં હજી સમસ્યાઓ

કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે વાંદરી ગામ દત્તક લીધું