• Gujarati News
  • ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, બીબીએ, બીસીએ, બીએડ,

ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, બીબીએ, બીસીએ, બીએડ,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લૉ, બીબીએ, બીસીએ, બીએડ, એમએડ સહિત 300થી વધુ કોલેજોમાં અભ્યાસ કરતાં આશરે અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓ માટેના સોફ્ટ સ્કિલ-ફાઉન્ડેશન કોર્સની ફીમાં ઘટાડો કરાયો છે. ચાલુ વર્ષે સોફ્ટ સ્કિલ-ફાઉન્ડેશન કોર્સની ફીમાં કરાયેલા નોંધપાત્ર વધારાના વિરોધમાં એનએસયુઆઈના વિશ્વનાથસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓએ વિરોધ કરીને રજૂઆત કરતાં સિન્ડિકેટની શનિવારે સવારે મળેલ બેઠકમાં એક વર્ષ માટેની રૂ. 800 ફી ઘટાડીને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો માટે રૂ. 100 ફી કરાઈ છે, જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માટે ફી ઘટાડીને રૂ.400 કરવાનો નિર્ણય કરાયો હોવાનું કુલપતિ ડો. એમ.એન.પટેલે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ કુલપતિ ડો. પરિમલ ત્રિવેદીએ 2010માં વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કૌશલ્યોનો વિકાસ થાય માટે સોફ્ટ સ્કીલ-ફાઉન્ડેશન 485 જેટલા મરજીયાત કોર્સ દાખલ કર્યા હતા. જેના ભાગરૂપે જે તે કોલેજોને સોફ્ટ સ્કીલ-ફાઉન્ડેશન કોર્સ ભણાવવાની જવાબદારી જે તે કોલેજોને અપાઈ હતી. જો કે કોલેજો દ્વારા કે યુનિ. દ્વારા કોર્સ માટેની કોઈ પણ પ્રકારની ફી ઉઘરાવાઈ હતી, પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ 2014-15થી યુનિવર્સિટીમાં સોફ્ટ સ્કીલ-ફાઉન્ડેશન કોર્સ માટે વાર્ષિક ફી રૂ.800નો નિર્ણય કરાયો હતો.

જો 3 દિવસ મોડા, તો સીએલ કપાશે

ગુ.યુનિ. મુખ્યટાવર તેમજ કેમ્પસમાં આવેલા અનુસ્નાતક ભવનોમાં ફરજ બજાવતા શૈક્ષણિક-વહીવટી કર્મચારી�ઓ સતત ત્રણ દિવસ મોડા પડશે તો તેમની સીએલ કાપી લેવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે. શૈક્ષણિક-વહીવટી કામગીરીમાં નિયમિતતા જળવાય તે હેતુસર પ્રકારનો નિર્ણય કરાયો છે.

SFI માટે કોર્સ માટે અલગ બિલ્ડિંગ

બેઠકમાં ગ્રાન્ટઈન એઈડ કોમર્સ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ(એસએફઆઈ) ધોરણે કોર્સ ચલાવતી કોલેજોને સત્વરે નવું બિલ્ડિંગ બનાવી દેવાનો આદેશ આપવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો છે. જો તેમાં બિલ્ડિંગ નહીં બનાવે તો કોર્સની માન્યતા પણ રદ કરવામાં આ‌વશે.

જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાર્ષિક ફી ઘટાડીને ~ 400 કરાઈ

સિન્ડિકેટની બેઠકમાંચાર કોમર્સ કોલેજોમાં �ઓછું મેરિટ ધરાવતા 12 વિદ્યાર્થી�ઓને અપાયેલા એડમિશનને રદ કરવાનો સર્વાનુમતે ઠરાવ કરાયો છે. જે ચાર કોલેજોએ ઓછું મેરિટ ધરાવતા વિદ્યાર્થી�ઓને પ્રવેશ અાપ્યો છે તેવી કોલેજોને નોટિસ ફટકારવાનો સર્વાનુમતે ઠરાવ-નિર્ણય કરાયો છે.

સિન્ડિકેટમાં બાંયધરી અપાઈ

કુલપતિસ