• Gujarati News
  • કિની નોર્થઇસ્ટ ક્લબમાં જોડાયો

કિની નોર્થઇસ્ટ ક્લબમાં જોડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિની નોર્થઇસ્ટ ક્લબમાં જોડાયો

ગુવાહાટી|ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની નોર્થઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબે ઇંગ્લેન્ડના સ્ટ્રાઇકર જેમ્સ કિની સાથે કરાર કર્યો છે. સાથે નોર્થઇસ્ટે વધુ એક આંતરરાષ્ટ્રીય ખેલાડીને પોતાની ટીમમાં સમાવ્યો છે. 28 વર્ષના સ્ટ્રાઇકરે 2005માં ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં હૈરી રેડનેપના માર્ગદર્શનમાં પદાર્પણ કર્યું હતું. તે ઇંગ્લેન્ડની પ્રોફેશનલ ફૂટબોલ ક્લબના સૌથી સિનિયર મેનેજરમાં એક હતા. કિની 2007થી 2014 સુધી સ્વીડનમાં રમ્યો હતો. તેને સ્વીડનની લીગના સ્ટાર ખેલાડીઓની ક્લબમાં સામેલ કરાયો છે.

સ્વિમિંગ ટીમમાં નિલ કોન્ટ્રાક્ટર

અમદાવાદ|સાઉથકોરિયાના ઇન્ડિયન ખાતે રમાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય સ્વિમિંગ ટીમમાં ગુજરાતના સ્વિમર નિલ કોન્ટ્રાક્ટરની પસંદગી થઇ છે. નિલ એશિયન ગેમ્સની 100 તથા 200 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં તથા 100 અને 200 મીટર ફ્રી સ્ટાઇલ રિલે રેસમાં ભાગ લેશે. નિલ ભારતીય સ્વિમિંગ ટીમનો સૌથી યુવા સ્વિમર છે.

સિનિયર આર્મ રેસલિંગ સ્પર્ધા

અમદાવાદ|ગુજરાત સ્ટેટ આર્મ રેસલિંગ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ સિનિયર ભાઈઓ અને બહેનોની આર્મ રેસલિંગ સ્પર્ધા 2014-15 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ, શાહઆલમ ખાતે રમાશે.

ઋત્વિકને 1 ગોલ્ડ સાથે 6 મેડલ્સ

અમદાવાદ|ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલી 56મી ગુજરાત એક્વેટિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ઋત્વિક હિમાંશુ ભટ્ટે 100 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ, 200 મીટરમાં સિલ્વર તથા 400 અને 800 મીટરમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત ઋત્વિકે ચાર બાય 100 મીટર ફ્રી સ્ટાઇલ તથા ચાર બાય 100 મીટર મિડલે રિલેમાં બે સિલ્વર મેડલ્સ મેળવ્યા હતા.

ટેિનસમાં ધન્ય શાહ ચેમ્પિયન

અમદાવાદ|નેશનલ સ્તરની આઇટા ટેલેન્ટ સિરીઝ ટેનિસ ટૂર્નામેન્ટમાં સોમલલિત સ્કૂલના વિદ્યાર્થી ધન્ય શાહે ફાઇનલમાં ધનુષ પટેલને 6-0, 7-6 (7-5)થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. તેણે સેમિફાઇનલમાં ચેતન ઘડીયાને 6-1, 6-1થી હરાવ્યો હતો.

અમીપને એવોર્ડ

અમદાવાદ|રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ કોલેજ ઓફ કોમર્સના અમીપ ચન્દ્રકાંતભાઇ રાષ્ટ્રપાલને ફેન્સિંગમાં વર્ષ 2011-12માં શ્રેષ્ઠ દેખાવ બદલ જયદીપસિંહ જુનિયર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

િસટી સ્પોર્ટ્સ