• Gujarati News
  • સેન્સેક્સે27000 પોઇન્ટ અને નિફ્ટીએ 8100 પોઇન્ટની સપાટી પાછી મેળવી

સેન્સેક્સે27000 પોઇન્ટ અને નિફ્ટીએ 8100 પોઇન્ટની સપાટી પાછી મેળવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્સેક્સે27000 પોઇન્ટ અને નિફ્ટીએ 8100 પોઇન્ટની સપાટી પાછી મેળવી છે. આઇઆઇપી અને રિટેલ ફુગાવાના આંકડાઓની જાહેરાત પૂર્વે ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને એફએમસીજી સ્ટોક્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે પાવર, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી અને મેટલ શેર્સમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલીનો માહોલ જોવા મ‌ળ્યો હતો. જોકે, સેન્સેક્સ-નિફ્ટીએ સળંગ પાંચમાં સપ્તાહના અંતે પણ પોઝિટિવ બંધ આપવામાં સફ‌ળતા મેળવી છે.

સેન્સેક્સ 65.17 પોઇન્ટના સુધારા સાથે 27061.04 પોઇન્ટ અને નિફ્ટી 19.80 પોઇન્ટ સુધરી 8105.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. સ્મોલ-મિડકેપ સેક્ટરમાં ધીમા સુધારાની ચાલ આગળ વધી હતી. સેન્સેક્સ બેઝ્ડ 30 પૈકી 16 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. 12 પૈકી સાત સેક્ટોરલ પણ સુધરીને બંધ રહ્યા હતા. કુલ ટ્રેડેડ 3159 સ્ક્રીપ્સ પૈકી 1738 સ્ક્રીપ્સમાં સુધારો અને 1316 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ બન્યું છે. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફટીએ ત્રણ દિવસના ઘટાડામાં પણ 8060 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે. તે જોતાં નિફ્ટી ટૂંકાગાળા દરમિયાન એકવાર 8200 ઉપર ક્લોઝિંગ આપે તેવો આશાવાદ પ્રબળ બન્યો છે. ફુગાવો ઘટીને આવ્યો હોવાથી બજારમાં તેજીને વેગ મળી શકે તેમ છે.

પાંચ દિવસમાં સેન્સેક્સ 1732 પોઇન્ટ ઉછળ્યો

છેલ્લાપાંચસપ્તાહ દરમિયાન તેજીની આગેકૂચ દરમિયાન સેન્સેક્સે 1732 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. તે સાથે રોકાણકારોની મૂડીમાં પણ 7.63 લાખ કરોડનો આકર્ષક વધારો થયો છે. નિફ્ટી ગાળા દરમિયાન 537 પોઇન્ટ ઊછળ્યો છે.મોડી સાંજે જાહેર થનારા ઓગષ્ટના સીપીઆઇ અને જુલાઇના આઇઆઇપી ડેટા ઉપર બજારની નજર મંડાયેલી છે. જો તે પોઝિવી આવશે અને સોમવારે ડિઝલના ભાવમાં ઘટાડો જાહેર થશે તો માર્કેટ ફરી નવી ઊંચાઇ તરફ આગેકૂચ જારી રાખશે તેવું નિષ્ણાતોનું માનવું છે.

ઉમેરો|રોકાણકારોની મૂડી પાંચ સપ્તાહમાં 7.63 લાખ કરોડ વધી

સ્નોમેનમાં 70 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ

સ્નોમેનલોજિસ્ટિક્સનો શેર આજે 70 ટકા પ્રિમિયમ સાથે લિસ્ટેડ થતાં પ્રાઈમરી માર્કેટમાં ફરી સળવળાટનો આશાવાદ જાગ્યો છે. શેરનો ભાવ રૂ. 47ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 75ના મથાળે ખુલ્યા બાદ ઇન્ટ્રા-ડે 79.80 થઇ ગયા બાદ છેલ્લે 78.75ની સપાટીએ બંધ રહ્યો હતો. જે 69.70 ટકાનું આકર્ષક રિટર્ન પહેલાં દિવસે દર્શાવે છે.