• Gujarati News
  • મણિનગરવિધાનસભા બેઠકનીની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે 7 વાગ્યાથી

મણિનગરવિધાનસભા બેઠકનીની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે 7 વાગ્યાથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મણિનગરવિધાનસભા બેઠકનીની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન માટે ગુરુવાર બપોરથી કર્મચારીઓ મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. 228 મતદાન મથકો પર 2,43,596 મતદારો મતદાન કરશે.

શનિવારે સાંજ સુધીમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા 3 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઇ જશે. 16મી સપ્ટેમ્બરને મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવશે. મતદાન માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના 1500 જેટલા કર્મચારીઓ તમામ મતદાન કેન્દ્રો પર પહોંચી ગયા છે. તમામ બુથો પર 228 જેટલા ઇવીએમ અગાઉ ટેસ્ટ કરીને મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત 23 જેટલા ઇવીએમ ‌આકસ્મિક કામગીરી માટે અનામત રાખવામાં આવ્યા છે.

શનિવારે સવારે 7 વાગે તમામ ઉમેદવારોના ચૂંટણી પ્રતિનિધિઓની (બુથ લેવલ એજન્ટ) હાજરીમાં ઇવીએમ ચકાસણી કરી મતદાન માટે ગોઠવવામાં આવશે. તે બાદ સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. મતદારો મતદાન ઓળખકાર્ડ અથવા મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા વહેંચવામાં આવેલી સ્લીપ સાથે આવીને અથવા તેમના ફોટા સાથેના નિયત કરાયેલા દસ્તાવેજો સાથે આવીને મતદાન કરી શકે છે.

ચૂંટણી અધિકારીઓ તમામ મતદાન કેન્દ્ર પર ચાલી રહેલી ગતિવિધિને લાઇવ જોઇ શકશે. તે માટે તમામ મતદાન કેન્દ્ર પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેના લાઇવ ફુટેજ જિલ્લા કલેક્ટર ઉપરાંત ચૂંટણી અધિકારીઓ જોઇ શકશે. ભાજપ તરફથી સુરેશ પટેલ ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસે જતીન કેલ્લાને ટિકીટ આપી છે.

પેટા ચૂંટણી | ત્રણ ઉમેદવાર

{સવારે 7થી સાંજે 6 સુધી મતદાન : 16મીએ પરિણામ

{તમામ 228 મતદાન કેન્દ્ર પર CCTVકેમેરાલગાડવામાં આવ્યા

મણિનગરમાં 2.43 લાખ મતદારો આજે મત આપશે