ગુજરાત યાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનનાપ્રમુખ જિનપિંગ અમદાવાદ શહેરની એક દિવસની મુલાકાત દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર લેવાના છે. ડિનરમાં ચાઇનીઝ કે નોને વેજની એક પણ વાનગી રાખવામાં આવી નથી અને ચીનના પ્રમુખ ગુજરાતી ભાણાની લિજ્જત માણે તે માટે તેમને બાજરીનો રોટલો મસાલા ખીચડી સહિતની કાઠિયાવાડી અને ગુજરાતી વાનગીઓ પિરસવામાં આવશે. કુલ 250થી વધુ લોકો માટે 100 જેટલી ગુજરાતી-કાઠિયાવાડી વાનગીઓ તૈયાર કરવામાં આવશે. ડિનરમાં સૂપથી માંડીને ડેઝર્ટ સુધી બધી વસ્તુ હશે.

જિનપિંગ અને નરેન્દ્ર મોદીના ડિનરના કેટરિંગનો કોન્ટ્રાક્ટ તાજ ગેટ વે ઉમેદને આપવામાં આવ્યો છે. જેના ફૂડ એન્ડ બેવરેજ મેનેજર કૌત્સવ મુખરજી સાથે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ કરેલી ખાસ વાતચીતમાં તેમણે જિનપિંગ અને નરેન્દ્ર મોદીના ડિનર માટે તૈયાર કરવામાં આવી રહેલી વાનગીઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિનરમાં ગુજરાતની ખુશ્બુ હશે. નોનવેજ વાનગીઓ બનાવશે નહિ. જ્યારે બંને મહાનુભાવો ડિનર કરશે ત્યારે તેમને સંપૂર્ણ ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવામાં આવશે. જેની હાલ અમારા સ્ટાફ દ્વારા પુરજોશમાં તૈયારી શરૂ કરી દેવાઇ છે. અમારા અનુભવી શેફ તેની તૈયારીમાં લાગી ગયા છેે.

અમદાવાદના મેયર મીનાક્ષીબહેન પટેલ પ્રોટોકોલ મુજબ ચીનના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરશે. પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ચીનના રાષ્ટ્રપ્રમુખનું સ્વાગત કરશે.

} મુલાકાત પૂર્વે શહેરની પ્રતિષ્ઠિત હોટેલોમાં રૂમો બૂક થઇ ગયા.

} રિવરફ્રંટ પર જુદા-જુદા 6 ગ્રૂપ ડિનર સમયે પરફોર્મન્સ આપશે.

} એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે પરંપરાગત રીતે સ્વાગત કરાશે.

અમદાવાદ : 17મીએગુજરાત આવનારા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગુજરાત મુલાકાત પૂર્વે તમામ આયોજનોને આખરી ઓપ આપવા માટે ચીનના ભારત ખાતેના રાજદૂત લે યુચેંગ શનિવારે ગુજરાત આવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને મળશે. તેમજ ચીનના રાષ્ટ્રપતિ જે સ્થળોની મુલાકાત લેવાના છે તે સ્થળોનું પણ નિરીક્ષણ કરશે. સમગ્ર કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા 13 જેટલી ટીમો બનાવવામાં આવી છે. બંને મહાનુભાવોના સ્વાગતથી લઇને તેમના વિવિધ કાર્યક્રમોના આયોજનમાં ગુજરાત સરકાર કેન્દ્રના સંકલનમાં છે. ચીનના રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત થાય અને તેમનો પ્રોટોકોલ જળવાય માટે ક