ભાસ્કર ન્યૂઝ.બાવળા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.બાવળા
બાવળાતાલુકાના કેરાળા ગામમાં આવેલી રાઇસ મીલમાં સ્થાપના કરેલી ગણપતિદાદાની મૂર્તિને સોમવારે સાંજના 5 વાગ્યાની આસપાસ વાજતે ગાજતે કેરાળા ગામના તળાવમાં પધરાવવા માટે ગયા હતા. મૂર્તિને તળાવમાં વિસર્જન કરતી વખતે મીલમાં રહેતા બે યુવાનો ડુબ્યા હતા. જેમાંથી એક યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો. જયારે બીજો યુવાન મુકેશ શંભુપ્રસાદ યાદવ ઉ.વ.20 મૂર્તિ નીચે દબાઇ ગયો હતો. જેથી વિસર્જન માટે આવેલા લોકોએ બુમાબુમ કરીને તરતા આવડતુ હોય તેવા બે-ત્રણ જણાએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો છતા મળી આવ્યો નહોતો.
જેથી બાવળા ન.પા. ફાયર બ્રીગેડ, પીએસઆઇ ઝાલા, સીપીઆઇ વાઘેલા દોડી આવી બાવળા ફાયર બ્રીગેડ ટીમે લાશને શોધવાનો પ્રયત્ન કર્યો પણ મળી આવી હતી. સવારે અમદાવાદ ફાયર બ્રીગેડની ટીમે આવીને બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ મૂર્તિની નીચેથી મુકેશની લાશને બહાર કાઢવામાં આવી હતી. લાશને 11 વાગે બહાર કાઢતા 19 કલાક થયા હતા. જેથી બાવળા પોલીસે લાશનો કબજો લઇ બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 18 કલાક બાદ તળાવામા઼થી લાશને બહાર કાઢવામાં આવતા સગા-સબંધી આક્રંદ સાથે લાશનો કબજો લઇને ક્રીયાવીધી કરી હતી.
કેરાળા ગામના તળાવમાં ડુબેલા યુવાનની લાશ મળી