• Gujarati News
  • ભાસ્કરન્યૂઝ.રામપુરા(ભંકોડા) રામપુરા(ભંકોડા)નજીક આવેલા વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામના વતની

ભાસ્કરન્યૂઝ.રામપુરા(ભંકોડા) રામપુરા(ભંકોડા)નજીક આવેલા વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામના વતની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.રામપુરા(ભંકોડા)
રામપુરા(ભંકોડા)નજીક આવેલા વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામના વતની હાલ અમદાવાદ રહેતા પટેલ પરિવારની વિકલાંગ પુત્રી સોનલ પટેલે ટેબલ ટેનીસમાં વિશ્વ ક્ષેત્રે વિશેષસિદ્ધિ મેળવીને ગુજરાતનો સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે.
રામપુરા(ભંકોડા) નજીક આવેલા વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામના વતની મનુભાઇ રામભાઇ પટેલ ૪૦ વર્ષથી અમદાવાદમાં ડ્રાઇવરની નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. સંતાનમાં બે પુત્રો અને સૌથી મોટી પુત્રી સોનલ પટેલ વિકલાંગ છે. બાળપણમાં પોલીયોનો શિકાર બન્યા બાદ વિકલાંગતાને નબળાઇ નહીં પરંતુ શકિત બાનાવીને તેનો હિંમતભેર સામનો કરી બી.કોમ સુધી અભ્યાસ કરી પેરા ટેબલ ટેનીસમાં વિશ્વ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધી રમેલી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં પાંચ મેડલ્સ મેળવ્યા છે. જેમાં તેણી થાઇલેન્ડ ખાતેની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપ્ટેમ્બર માસમાં ચીનના બેઇજિંગમાં રમાનારી એશિયન ગેમ્સની પેરા ટેબલ ટેનીસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પાટણના કાર્યક્રમમાં સોનલ પટેલને એકલ્ય એર્વોડ આપી સન્માનિત કરવામાં આવી હતી. વિકલાંગ સોનલ પટેલ વિરમગામ પંથકનું ચણોઠીયા ગામનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ગુજરાત રાજયનું પરિવારનું નામ રોશન કર્યુ છે.
વિરમગામના ચણોડીયાની વિકલાંગ યુવતીની િસદ્ધી
સોનલ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે