• Gujarati News
  • { નાળુ તૂટતા ભાવનગર હાઇવે પર ટ્રાિફક જામ

{ નાળુ તૂટતા ભાવનગર હાઇવે પર ટ્રાિફક જામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષેભગવાન ગણપતિની સ્થાપના સાથે મેઘરાજાએ ફરીથી જોરદાર રીતે વરસાદની શરૂઆત કરી હતી. િસલિસલો ગણેશ મહોત્સવના 10 િદવસ સુધી ચાલુ રહેતાં વર્ષે ગણેશ ભક્તોને ભારે િનરાશા થઇ હતી. બીજી બાજુ છેલ્લાં બે ત્રણ િદવસથી અમદાવાદ િજલ્લાના ધંધૂકા, બાવળા, ધોળકા, સાણંદ, રામપુરા (ભંકોડા), દેત્રોજ,માંડલ, િવરમગામ, બરવાળા સહિત રાજ્યભરમાં જોરદાર વરસાદ થતાં નીચાણવાળા િવસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આટલું નહીં સોમવારે ગણેશ િવસર્જનની સાંજથી ફરીથી જોરદાર વરસાદ શરૂ થયો હતો. જે મંગળવાર સાંજ સુધી ચાલુ રહ્યો હતો. જેના પરિણામે નદી-તળાવોમાં પાણીની સારી એવી આવક થઇ હતી.
બીજી બાજુ વરસાદના પગલે ધંધૂકા-તગડી વચ્ચે હાઇવે ઉપરનું નાળુ બેસી જતા ધંધૂકા થઇ બરવાળાનો વાહન વ્યવહાર ખોરવાયો ગયો છે.
ધંધૂકા-તગડી વચ્ચે આવેલ નાળુ સોનલ નદી ઉપરનું નાળુ ગણાય છે. નાળુ એકાએક બેસી જતા ર4 કલાક ટ્રાફીકથી ધમધમતા ભાવનગર હાઇવે ઉપર બંને તરફ ટ્રાફીક જામ થઇ ગયો હતો. ધંધુકા પોસઇ એ.બી. જાડેજા તથા પોલીસ સ્ટાફ ઘટનાની જાણ થતા તાકીદે ઘટના સ્થળે પહોંચી ગયો હતો તથા ટ્રાફીક વ્યવસ્થા મોડી રાત્રી સુધી કામગીરી બજાવી ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ ધંધૂકા-વાયા - બરવાળા ભાવનગરનો સીધો વાહન વ્યવહાર બંધ છે. ધંધૂકાથી ભાવનગર તરફ જવા માટે વાયા - ધોલેરા ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તેમજ ધંધૂકાથી બરવાળા તરફ જવા માટે વાયા રાણપુર થઇને ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા છે.
રામપુરા | મંિદર સુધી પાણી
રામપુરા(ભંકોડા)માંસતત વરસી રહેલાં વરસાદના પગલે ચારે બાજુ પાણી ભરાઇ ગયા છે. તસવીરમાં મંિદર સુધી પાણી ભરાઇ રહેલાં દર્શનાર્થીઓ પણ પરેશાન થઇ ગયા છે. દરરોજ આરતી માટે જતાં દર્શનાર્થી પાણી ભરાઇ રહેતાં મંિદર સુધી નથી જઇ શકતા.
બોટાદ | પાણી ભરાતા પરેશાની
વરસાદનાપગલેબોટાદ શહેરમાં નીચણવાળા િવસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઉપરાંત ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે રાહદારીઓને અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી થઇ રહી છે. સ્થાિનક રહીશો દ્વારા અંગે તાત્કાિલક પગલાં લેવાની માગ કરાઇ છે.
ધંધૂકા | રોડ બંધ કરાયો
પુલપરનુંનાળુ એકાએક બેસી જતા ભાવનગર હાઇવે ઉપર બંને તરફ વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જેના પરિણામે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર બેરેક મૂકી રસ્તો બ્લોક કરવાની ફરજ પડી