• Gujarati News
  • એન.ડી.શાહ યુનિ.ના ઈનચાર્જ કુલપતિ

એન.ડી.શાહ યુનિ.ના ઈનચાર્જ કુલપતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન.ડી.શાહ યુનિ.ના ઈનચાર્જ કુલપતિ
અમદાવાદ ગુજરાત યુનિ.ના કુલપતિ ડો. એમ.એન.પટેલ વાઈબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામ અંતર્ગત સરકારી ડેલિગેશન સાથે અમેરિકાના પ્રવાસે જતા હોવાથી તારીખ ૨૩મી ઓગસ્ટ ૨૦૧૪થી પહેલી સપ્ટેમ્બર ૨૦૧૪ સુઘી ગુજરાત યુનિવર્સિટીના ઈનચાર્જ કુલપતિ તરીકે કોમર્સ વિધાશાખાના ડીન ડો. એન.ડી.શાહને ચાર્જ સોંપવાનું રાજયપાલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ડો. એન.ડી. શાહ ઘણાં વર્ષોથી ગુ.યુનિ સિન્ડિકેટ- સેનેટમાં સક્રિય છે. તેમના કાર્યકાળ દરમિયાન કોમર્સ શાખામાં ખૂબ સારી રીતે ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ દાખલ કરાઈ હતી.
૨૬૪૭ બેઠકો પર ઓફ લાઈન પ્રવેશ
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ બીકોમ-બીબીએ-બીસીએવિધાશાખાની ખાલી રહેલી ૨૬૪૭ જેટલી બેઠકોની પ્રવેશ પ્રક્રિયા સેન્ટ્રલાઈઝ રીતે ઓફલાઈન કરવાનુ નક્કી કરાયું છે. જેના ભાગરૂપે શુક્રવારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ કન્ઝયુમર્સ સ્ટોર્સમાંથી પ્રવેશ ફોર્મનું વેચાણ કરાશે. જયારે આ પ્રવેશ ફોર્મ ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરી સામે આવેલ સ્ટેટ બેન્ક પાછળના આઈએએસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સ્વીકારાશે. ઉલ્લેખનીય છે કે ગુજ. યુનિ.ની ફસ્ટર્ યર બીકોમ-બીબીએ-બીસીએ વિધાશાખાની આશરે ૫૩૦૦ જેટલી બેઠકોની ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયાના અંતે આશરે ૨૬૪૭ જેટલી બેઠકો ખાલી રહી છે.
આ ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ જે તે કોલેજોને આપી દેવાનો નિર્ણય કરાયો હતો. જો કે આ બાબતે એબીવીપીએ રજૂઆત કરતા યુનિવર્સિટીએ ખાલી બેઠકોની પ્રવેશ પ્રક્રિયા જે તે કોલેજો દ્વારા હાથ ધરવા માટે આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચાયો છે.


ગણેશ વિસર્જનના કુંડ અંગે આજે ચર્ચા
અમદાવાદ આગામી એક સપ્તાહ બાદ ગણપતિ ઉત્સવ શરૂ થનાર છે. દસ દિવસના ઉત્સવ બાદ ગણપતિ વિસર્જન માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. જોકે વિસર્જન માટે મ્યુનિ.દ્વારા કોઇ ચોક્કસ સ્થળ નક્કી કરાયું નથી. ચાલુવર્ષે વિસર્જન માટે કામ ચલાઉ કુંડ બનાવવામાં આવનાર છે. કુંડ બનાવવાનું કામ શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મૂકવામાં આવશે. આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી કંુડ બનાવવાના ખર્ચ સહિતની કામગીરી માટે મ્યુનિ.કમિશનરને સત્તા આપવામાં આવશે.
ફોટોગ્રાફી એકિઝબિશન
કયાં : હઠીસિંહ વિઝ્યુઅલ આટર્ સેન્ટર સમય : સાંજે ૪થી ૮
ફોટોગ્રાફી એકિઝબિશન
કયાં : કનોરિયા આટર્ સેન્ટર સમય : સાંજે ૪થી ૮