તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • RTOમાં કમ્પ્યૂટર ટેસ્ટ ટ્રેકને પડકારતી પિટિશન ફગાવાઈ

RTOમાં કમ્પ્યૂટર ટેસ્ટ ટ્રેકને પડકારતી પિટિશન ફગાવાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓદ્વારા કમ્પ્યૂટરાઇઝ ટેસ્ટ ટ્રેક દ્વારા લેવાતી ટેસ્ટને પડકારતી પિટિશન હાઇકોર્ટે ફગાવી છે. ટેસ્ટ માનવ ભૂલ વિનાનો હોવાથી ભરોસાપાત્ર હોવાની સરકારની દલીલ કાર્યકારી ચીફ જસ્ટિસની ખંડપીઠે માન્ય રાખી હતી. હાઇકોર્ટમાં થયેલી રિટમાં રજૂઆત કરાઈ હતી કે, આરટીઓ વાહનચાલકની 24 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા તેવો નિયમ કેન્દ્ર સરકારની જોગવાઇઓ પ્રમાણે છે, જ્યારે આરટીઓ અમદાવાદ દ્વારા ટ્રેક પર માત્ર 4 પ્રકારના ટેસ્ટ લેવાય છે. તે પણ આરટીઓ અધિકારી જેવા નિષ્ણાંત નહીં પરંતુ કમ્પ્યૂટર પર બેઠેલા બિનકુશળ વ્યક્તિ લે છે.