• Gujarati News
  • યુનિ.એ 100 વિદ્યાર્થી પાસેથી લેટ ફી પેટે ~5200 વસૂલ કર્યા

યુનિ.એ 100 વિદ્યાર્થી પાસેથી લેટ ફી પેટે ~5200 વસૂલ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતયુનિ.ની બીએ-બીકોમ-બીએસસી સહિતની વિદ્યાશાખાની પાંચમા સેમેસ્ટરની પરીક્ષામાં ફોર્મ ભરવાની મુદત વીતી ગયા પછી લેટ ફી પેટે વિદ્યાર્થીદીઠ ~5200ની ફી ઉઘરાવાતા વિદ્યાર્થીઓમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે ગુજરાત યુનિ.એ ફોર્મ ભરવાની અંતિમ મુદત 17મી નવેમ્બર,2014ના રોજ પૂરી થયા પછી પરીક્ષાના છેલ્લા દિવસ સુધી વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી ઉપરાંત લેટ ફી પેટે માત્ર ~100 લેવાનો પરીપત્ર કર્યો છે, તેમ છતાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી વિદ્યાર્થી દીઠ ~5200ના હિસાબે લેટ ફી ઉઘરાવાઈ છે.

પરીક્ષા વિભાગના સીધા સંકલનથી ગત સોમવારથી બીએ-બીકોમ-બીએસસી સહિતની વિવિધ વિદ્યાશાખાની પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાની અંતિમ મુદત 17મી નવેમ્બર,2014ના રોજ નિર્ધારિત કરાઈ હતી. જો કે આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ સેમેસ્ટર 5ની પરીક્ષા ફોર્મ ભરવાની મુદત વીતી ગયા પછી ફોર્મ ભર્યા હતા.