• Gujarati News
  • ગાંધીઆશ્રમ સંકુલમાં નિર્માણ પામશે રિસર્ચ વિંગ

ગાંધીઆશ્રમ સંકુલમાં નિર્માણ પામશે રિસર્ચ વિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના વિશ્વ પ્રસિધ્ધ સાબરમતી ગાંધી આશ્રમ સંકુલમાં આવેલું વિખ્યાત આર્કિટેક્ટ પદ્મશ્રી બી.વી.દોશી દ્વારા 1970 માં નિર્મિત ગાંધી યુગની યાદ તાજી રાખતું બિલ્ડીંગ લાંબા સમયથી બંધ સ્થિતિમાં મુકાઈ ગયુ હતુ. અહીં ગાંધી સાહિત્યનો મોટો જથ્થો પણ બે વર્ષ અગાઉ આગમાં બળી ગયો હતો. સમય વીતતાં મકાન બિસ્માર બની જતાં તેના છત અને ફ્લોરીંગ પણ જર્જરીત થઈ ગયા હતા. હવે મકાનનો પુન:ઉપયોગ કરવાનું આયોજન ગાંધી સ્મારક સંગ્રહાલય દ્વારા કરાયું છે. જેમાં રાષ્ટ્રપિતા પર સંશોધનો માટે ગાંધી આર્કાઈવ્સ સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. અંગે આશ્રમના નિયામક ત્રિદીપ સુરદૃે જણાવ્યુ કે,\\\"આ મકાનમાં આકાર લેનાર રિસર્ચ વિંગના ડિઝાઈનર સ્થાપત્યકાર નિલકંઠ છાયા દ્વારા બી.વી.દોશીના માર્ગદર્શન હેઠળ મકાનનું જરૂરી રીનોવોશન હાથ ધરવામાં આવ્યુ છે. અહીં રિસર્ચ સેન્ટર શરૂ થતાં ગાંધીયન રિસર્ચના ઉમદા કાર્યને વેગ મળશે. / ભાસ્કર