• Gujarati News
  • કિડની ઇન્સ્ટિટ્યૂટ હવે યુનિવર્સિટી બનશે

કિડની ઇન્સ્ટિટ્યૂટ હવે યુનિવર્સિટી બનશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા અમદાવાદના સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટને સ્ટેટ યુનિવર્સિટીનો દરજ્જો આપીને સ્વાયત્ત બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સંસ્થાને સરકાર દ્વારા અત્યાર સુધી ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને ગ્રાંટ અને દાનના સહારે સંસ્થાએ વિશ્વભરમાં એવી નામના મળવી કે તેનું નામ દુનિયાની સૌથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતી સંસ્થામાં આવી ગયું. સંસ્થાની ઉત્તમ કામગીરીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કિડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેકટર ડો. એચ.એલ.ત્રિવેદીની સંસ્થાને યુનિવર્સિટી બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. માટેનું ખાસ વિધેયક આગામી વિધાનસભામાં લાવવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

કિડની ઇન્સ્ટિટ્યૂટના ડિરેકટર ડો.એચ.એલ.ત્રિવેદીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરી હતી, જે અંતર્ગત તા. 26 નવેમ્બર, 2014ના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આરોગ્ય મંત્રી નીતિન પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની હાજરીમાં ચર્ચા કરાઇ હતી.

વર્ષે 350થી 400 કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે

કિડનીહોસ્પિટલમાંઅત્યારે દર વર્ષે લગભગ 350થી400 કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. 40થી 50 દર્દીઓના લીવર પ્રત્યારોપણ તથા 250થી 300 સ્ટેમલેસ પ્રત્યારોપણ જુદા જુદા રોગ માટે થાય છે. સંસ્થામાં દર વર્ષે આશરે 50 હજાર કિડની ફેઇલ્યોર દર્દીઓના ડાયાલિસીસ કરવામાં આવે છે અને 1.5 લાખથી વધુ દર્દીઓને દર વર્ષે તપાસવામાં આવે છે. દર મહિને 12થી 15 લાખ લેબોરેટરી તપાસ થાય છે.

{ વિધાનસભામાં બિલ રજૂ કરવાનો સરકારનો નિર્ણય

નવા કોર્સ, નવી ટેકનિકથી લોકોને લાભ મળશે

યુનિવર્સિટી બનવાથીસંસ્થામાં કિડની, લિવર અને સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ભવિષ્યમાં વધુ માનવ અંગોના પ્રત્યારોપણની સુવિધાઓ જરૂરિયાતવાળા દર્દીઓને પ્રાપ્ત થશે. ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટને લગતા પી.એચ.ડી., ડી.એમ., ડી.એન.બી., એમ.ડી., ડાયાલિસીસ, વિવિધ ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ, પેથોલોજી સ્પેશિયાલિસ્ટના અભ્યાસક્રમ શરૂ કરાશે. ઉપરાંત પ્રકારના દર્દીઓને સારવાર આપવા માટે જુદા-જુદા ડાયાલિસીસ નર્સ, ટેકનિશિયન તથા ડાયાલિસીસ ડોકટરોને તૈયાર કરાશે.