• Gujarati News
  • વિશ્વકોષ સ્થાપના દિવસની ઉજવણી

વિશ્વકોષ સ્થાપના દિવસની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વકોષ સ્થાપના દિવસની ઉજવણી

અમદાવાદ : 2ડિસેમ્બર 1985ના રોજ વિશ્વકોષનો પ્રારંભ થયો હતો ત્યારે વિશ્વકોષનો સ્થાપના દિવસ 2થી 4 ડિસેમ્બર દરમ્યાન ઉજવવામાં આવશે. 2 ડિસેમ્બરે સાંજે 5.30 વાગે વિશ્વકોષ ખાતે વિશ્વકોષના વિશ્વ ઉપર દાઉદભાઈ ઘાંચી વક્તવ્ય આપશે. 3 ડિસેમ્બરે 6 વાગે ગુજરાતીમાં અનુવાદિત થયેલા ગીતોની પ્રસ્તુતી અમર ભટ્ટ કરશે. 4 ડિસેમ્બરે સાંજે 5.30 વાગે અનિલ રેલિયાના પેરિસના જાણીતા લુવ્ર મ્યુઝિયમના ચિત્રોની રંગીન પ્રતોનુ કલાવીથિકા આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાશે.