• Gujarati News
  • યુનિ. રજિસ્ટર્ડ સેનેટની ચૂંટણી મતદાર નોંધણી મુદ્દે વિવાદ

યુનિ. રજિસ્ટર્ડ સેનેટની ચૂંટણી મતદાર નોંધણી મુદ્દે વિવાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટી સાથે સંકળાયેલ રજિસ્ટર્ડ સેનેટની બેઠકોની 2015ની સાલમાં યોજાનારી ચૂંટણી માટેની મતદાર નોંધણી પ્રક્રિયામાં ફોર્મ જમા કરાવવાના મુદ્દે કોંગ્રેસ સમર્થિત સભ્યો-ભાજપ સમર્થિત સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

રજિસ્ટર્ડ સેનેટની મતદાર નોંધણી પ્રક્રિયાની અંતિમ તારીખ પહેલી ડિસેમ્બર હોવાથી અગાઉ મતદાર નોંધણી માટેનું ફોર્મ મેળવીને, ફોર્મનું વેરિફિકેશન કરાવનાર મતદારોના શુક્રવારે ફોર્મ સ્વીકારવાનો આગ્રહ કોંગ્રેસ સમર્થિત સભ્યોએ રાખ્યો હતો. બીજી તરફ ભાજપ સમર્થિત કેટલાક સભ્યોએ આનો વિરોધ કર્યો હતો.

જેના કારણે કુલપતિના કાર્યાલયમાં બન્ને રાજકીય પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી-તૂ તૂ મેં મેંના કારણે માહોલ ગરમ બની ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટર્ડ સેનેટની કુલ 6 બેઠકો સાયન્સ-કોમર્સ-આર્ટસ-બીએડ-લો-મેડિકલની ચૂંટણી 2015ની સાલમાં યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં ગુજ. યુનિ.માં મતદાર નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે.

કોંગ્રેસ સમર્થિત સિન્ડિકેટ સભ્ય પાર્થિવરાજ કઠવાડિયાએ રજિસ્ટર્ડ સેનેટની ચૂંટણી માટેની મતદાર નોંધણી પ્રક્રિયા અન્વયે સીબીએસઈ બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરનાર મતદારની પાસે લિવિંગ સર્ટીફિકેટ (એલસી)ના બદલે ટ્રાન્સફર સર્ટીફિકેટ(ટીસી) હોવાથી તેમને રજિસ્ટર્ડ સેનેટની ચૂંટણી માટેની મતદાર નોંધણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે મનાઈ ફરમાવાઈ છે. જેના કારણે ભારોભાર અસંતોષ છે.’