• Gujarati News
  • સાળંગપુરમાં આજે પ્રમુખ સ્વામીનો જન્મદિન ઊજવાશે

સાળંગપુરમાં આજે પ્રમુખ સ્વામીનો જન્મદિન ઊજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએપીએસનાવડા પ્રમુખ સ્વામી મહારાજનો શનિવારે 94મો જન્મદિવસ છે, જેની સાળંગપુર મંદિરમાં ઉજવણી કરાશે. જોકે અઠવાડિયાથી દેશભરમાં અને વિશ્વભરમાં ઉજવણી શરૂ કરી દેવાઈ છે. જ્યારે શનિવારે સાળંગપુર મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજનાં દર્શન કરવા માટે દેશભરમાંથી હજારો હરિભક્તો ઊમટી પડશે. ઉપરાંત તેમને શુભેચ્છા પાઠવવા દેશના પ્રમુખ સંતો પણ પધારશે. બીએપીએસના યુવાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરશે. શનિવારે બપોરે ભવ્ય સભાનું આયોજન પણ કરાયું છે, જેમાં જાણીતા સંતો-મહંતો પ્રવચન કરશે. દરમિયાન, સાળંગપુરમાં હજારો લોકો પુષ્પો, પ્રસાદ અને ભેટ ધરાવશે. પ્રમુખ સ્વામીની જન્મદિવસનો ઉત્સાહ હરિભક્તોમાં વિશેષ જોવા મળી રહ્યો છે.